(એજન્સી) લખનૌ, તા.૧૩
સમાજવાદી પાર્ટીએ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી છે. જે પ્રદેશમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિને જાળવવા જરૂરી છે. લખનૌમાં પત્રકાર પરિષદમાં બોલતાં પક્ષના નેતા કેનંદાએ કહ્યું કે, હવે યોગી સરકારને વિદાય આપવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, ર૦૧રથી ૧૭ના યુપીમાં સપાના શાસન દરમિયાન અખિલેશ સરકારે કરેલા કામોના વખાણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, હાલની ભાજપ સરકાર ફકત જુઠ્ઠાણા ચલાવે છે. અગાઉની સરકારોની યોજનાઓના ઉદ્દઘાટન કરે છે. એક વર્ષમાં ભાજપ સરકાર તેના કામોથી રાજ્યમાં બદનામ થઈ છે. રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ અંગે મોટા દાવા કરતાં પોલીસ અધિકારીઓની સામે પગલાં લેવા જોઈએ. નંદાએ રાજ્યપાલ રામનાઈક પર બંધારણીય ફરજો અદા નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.