મુંબઇ,તા.૧૨
ભારતીય નૌસેનાએ ગુરુવારે સમુદ્રમાં પોતાની તાકાત વધારવા માટે સ્કૉર્પીન ક્લાસની ૫મી સબમરીનને નેવીમાં સામેલ કરી છે. વાગિર સબમરીનને મઝગાંવ પોર્ટમાં આયોજીત મોટો સમારંભ બાદ નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આવનારા સમયમાં આ સબમરીન ભારતીય સમુદ્રી સીમામાં ભારતની તાકાત વધારશે. વાગિર સબમરીનને મઝગાંવ પોર્ટમાં આયોજીત મોટો સમારંભ બાદ નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. વાગિર પનડુબ્બી પ્રોજેક્ટ ૭૫ ટકા ભાગ આ દ્વારા પૂર્ણ થઇ ગયો છે. આ હેઠળ કુલ ૬ સ્કૉર્પીયન સબમરીન બનાવાની હતી. જેમાંથી ૫ બની ચૂકી છે. અને છઠ્ઠી સબમરીન વાગશીરના નિર્માણ કાર્યમાં તૈયાર થઇ રહી છે. ૨૦૧૫માં આ પ્રોજેક્ટની શરૂઆત અંતર્ગત પહેલી સ્કોર્પિન સબમરીન કલવારીમાં લૉન્ચ થઇ હતી. ૨૦૧૭માં તેને નૌસેનામાં જોડવામાં આવી હતી. આ સમારંભમાં નૌસેનાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ અંતર્ગત જ ભારતીય સેના તેની ત્રણેય પાંખની મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અને એ હેઠળ જ વાગિન સબમરીનને અરબ સાગરમાં નૌસેનાની તાકાત વધારવા માટે પાણીમાં ઉતારવામાં આવી છે. સ્કૉર્પીન ક્લાસની સબમરિન તમામ પ્રકારના કાર્ય કરવા માટે સક્ષમ છે. અને તે એક અત્યાધુનિક સબમરીન છે. ઉલ્લેખનીય છે કે હાલ ભારતના ચીન અને પાકિસ્તાન સાથે જે રીતના સંબંધો થઇ રહ્યા છે તે જોતા આવનારા સમયમાં ભારતીય સેનાએ તેની ત્રણેય પાંખ એટલે કે થલ સેના, જળ સેના અને વાયુ સેનાને મજબૂત કરવાની જરૂર છે. ભારત પ્રોજેક્ટ-૭૫ હેઠળ સ્કોર્પિયન ક્લાસની ૬ સબમરિન નો સેનામાં સામેલ કરવાનુ છે. આ પૈકી પાંચમી સબરમિન સામેલ થઈ ગઈ છે.૨૦૦૫થી આ પ્રોજેકટ ભારત અને ફ્રાંસ વચ્ચે ચાલી રહ્યો છે.આ પહેલા આઈએનસ કલવરી, આઈએનએસ ખંડેરી, આઈએનએસ કરંજ, આઈએનએસ વેલા નૌ સેનામાં સામેલ થઈ ચુકી છે.છઠ્ઠી સબમરિન આઈએનએસ વાગશીર પણ બહુ જલ્દી નૌ સેનાને મળી જવાની છે. તેની અત્યાધુનિક ટેકનોલોજીના કારણે તે સાયલન્ટ કિલર તરીકે કામ કરશે.
Recent Comments