(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અજાણ્યા વ્યક્તિના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અલંકાર બેઝમેન્ટમાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ હોવાની માહિતી પોલીસને મળી હતી, તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસના અનુમાન પ્રમાણે મરનારની ઉંમર ૪પ વર્ષની છે. મોત અંગે પોલીસે જણાવ્યું કે, તેનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ ખબર પડશે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.