(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૬
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા બે સર્વન્ટ ને સુપરવાઈઝર એ ચોરી નો આરોપ મૂકી માર મારતા ૪૦૦ જેટલા સર્વન્ટ આજે હડતાલ પર ઉતરી જવા પામ્યા છે. હોસ્પિટલમાં કામ કરતા સમયે હાજર જમાદારે તેઓને માર મારી રૂપિયાની માંગણી કર્યા હોવાના આક્ષેપ સાથે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે તેમ સર્વન્ટ દ્વારા જણાવ્યા બાદ સુપ્રિટેન્ડેન્ટ ની ભારે સમજાવટ બાદ સર્વન્ટ પરત કામે લાગ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં કોન્ટ્રાકટ પર સર્વન્ટ કામ કરે છે. સર્વન્ટ દ્વારા હોસ્પિટલમાં સહાયક તરીકે કામ કરવામાં આવે છે. દર્દીઓ ને એક વોર્ડ માંથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવા સહિત મેડિકલ સુવિધાઓની હેરફેર ની કામગીરી પણ સ્વન્ટ દ્વારા કરવામાં આવે છે.
વાઘોડિયા તાલુકાના મઢેલી ગામના અનિલ પરમાર અને વિક્રમ વસાવાએ કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર ચંદુભાઇ વસાવા ઉપર આરોપ મુક્યો હતો કે,કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર ચંદુભાઇ વસાવાએ હોસ્પિટલમાંથી ટાંકા લેવાના વાયર ની ચોરી નો આરોપ લાગવી માર માર્યો હતો. જેમાં અનિલ પરમારને આંગળી ઉપર ઇજા પહોંચી હતી અને બંનેને અર્ધનગ્ન કરોને વોર્ડમાં ફેરવવાની ધમકી આપી હતી. આ મામલો બહાર આવતા ઉગ્ર બન્યો હતો. બે કર્મચારી સાથે સુપરવાઇઝરે કરેલા વ્યવહારને પગલે ૪૦૦ કર્મચારીઓ મોડી રાતથી હડતાળ ઉપર ઉતરી ગયા હતા.અને સુપરવાઈઝર ને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. પરંતુ સમજાવટ બાદ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરીથી કામ પર જોડાયા હતા.