રાજય સરકારની મહેસુલી આવક ર૦૧૭-ર૦૧૮માં ૧૯ ટકા વધી હતી જેના સામે ર૦૧૮-ર૦૧૯ના અંદાજપત્રમાં મહેસુલી આવકનો વધારો માત્ર ૬ ટકા જેવો છે જે એ સુચવે છે કે સરકારી આવકમાં ઘટાડો થયો છે સામે સરકાર દ્વારા લોન અને પેસગો સંબંધિત ખર્ચ ૪૭૩૧૧ કરોડ બતાવવામાં આવ્યો છે જે સુચવે છે કે સરકાર  ઉપર દેવું વધી ગયું છે અને દેવાના વ્યાજ અને હપ્તા ખોટા હોવાના કારણે સરકારને વિકાસ સંબંધિત કાર્યો પર કાપ મુકવાનો વારો આવ્યો છે.  સરકાર દ્વારા નર્મદા કેનાલની કામગીરી બહુ જ નબળી કરવામાં આવી અને હવે સરકાર નબળાઈ ઢાકવા માટે આયોજન કરી રહી છે. સાથોસાથ નવા  નર્મદા કેનાલો માટે ઓછી ફાળવણી સ્પષ્ટ કરે છે કે સરકારને નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવાની જગ્યાએ માત્ર રાજકીય લાભ ખાતવાનું આયોજન  છે.  એમ કોંગ્રેસના પ્રવકતા કૈલાસકુમાર ગઢવીએ જણાવ્યું છે.