Distance learning online education. A schoolboy boy studies at home and does school homework. A home distance learning.

અમદાવાદ,તા.રર
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનને પગલે છેલ્લા ત્રણ મહિના કરતાંવધુ સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે અનેક શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ સહિતના કાર્યોના નામે વાલીઓ પાસે ‘ફી’ની ઉઘરાણી કરવામાં આવી હતી જેને લઈને હાઈકોર્ટે અને સરકારને અનેક આદેશો કરવા પડ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે જ્યાં સુધી સ્કૂલો ખૂલે નહીં ત્યાં સુધી ફી નહીં વસૂલવાનો ઠરાવ કર્યો છે. ત્યારે આ મામલે નારાજ ગુજરાત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખાનગી સ્કૂલોના સંચાલકોની આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક મળી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવતીકાલથી તમામ ખાનગી સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ બંધ રહેશે.
રાજ્યભરમાં ૬૦૦૦ જેટલી સ્વનિર્ભર શાળાઓ પથરાયેલી કોરોના મહામારીના સમયમાં આ શાળાઓ દ્વારા શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેતાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. જેના બદલે અનેક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ‘ફી’ તેમજ સાહિત્યના નામે વારંવાર ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેની સામે અનેક વાલીઓએ મોરચો પણ માંડ્યો હતો ત્યારે જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રીતે ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ ફી લઈ શકાય નહીં તેવી જાહેરાત થયા બાદ રાજ્યભરની ખાનગી શાળાના સંચાલકોએ તાકીદની બેઠક બોલાવી અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ બેઠકમાં જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રીતે ચાલુ ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ બંધ રાખવાનું નક્કી કરાયું છે સરકારના નિર્ણય સામે શાળા સંચાલકોને વાંધો છે તેમના મતે ‘ફી’ વિના શાળા સંચાલકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ સહિતના અનેક અન્ય ખર્ચા ઉઠાવી શકે તેમ નથી. વળી અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમજ તેના માટે પણ સ્કૂલોને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. તેથી જો હવે સ્કૂલ ન ખૂલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે. આમ આ નિર્ણયથી આવતીકાલથી રાજ્યની નાની મોટી ૬ હજાર જેટલી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય બંધ રહેશે.