(એજન્સી) તા.ર૭
સંયુક્ત અરબ અમીરાત(યુએઇ)ની ફતવા કાઉન્સિલે મુસ્લિમ બ્રધરહૂડને આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. આ ફતવા કાઉન્સિલનું નેતૃત્વ યુએઈની સરકાર કરે છે અને તે એક ધાર્મિક સંસ્થાન છે. જોકે આ મામલે ટીકાકારોનું કહેવું છે કે યુએઈની સરકાર તેની નીતિઓને થોપવાનો પ્રયાસ કરી રહી છે.
કાઉન્સિલના ચેરમેન શેખ અબ્દુલ્લાહ બિન અય્યાહના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં આ વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ બેઠકનું આયોજન વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. જોકે અગાઉ સઉદી અરબની પણ વરિષ્ઠ વિદ્વાનોની કાઉન્સિલે પણ આ પ્રકારનું જ પગલું ભર્યુ હતું અને તેનાથી પ્રેરાઈને જ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.
જોકે મુસ્લિમ બ્રધરહૂડને આતંકી સંગઠન જાહેર કરવાના નિર્ણય સામે ૧૮ જેટલાં વિદ્વાનો અને ઉલેમા યુનિયને જેમાં આંતરરાષ્ટ્રીય યુનિયન ઓફ મુસ્લિમ સ્કોલર્સ પણ સામેલ છે. તેમણે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને આકરો વિરોધ નોંધાવ્યો હતો.
જોકે બીજી બાજુ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે તેના ટિ્‌વટર એકાઉન્ટ પર સઉદી અરેબિયાના કાઉન્સિલના નિર્ણયની પ્રશંસા કરી હતી અને તેને ટેકો જાહેર કરી દીધો હતો. જોકે પોતાના નિર્ણયમાં યુએઈની કાઉન્સિલે સઉદીની પરિષદના નિર્ણયને ટેકો આપ્યો હતો.