(એજન્સી)                           તા.ર૮

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, જોર્ડનમાં અધિકારીઓએ શિક્ષક સંઘના ૧૩ સભ્યોને કસ્ટડીમાં લીધા અને પૂછપરછ કરી તેમજ બે વર્ષ સુધી પોતાની ઓફિસને બંધ કરી દીધી. સમાચારમાં જણાવવામાં આવ્યું કે આ પગલું પાછલા વર્ષે સહમત શિક્ષકોની વેતનવૃદ્ધિને સ્થગિત કરવાના સરકારના નિર્ણયના વિરોધના ત્રણ દિવસ પછી ભરવામાં આવ્યું. સમાચાર મુજબ અમ્માન પબ્લિક પ્રોસિક્યુટર હસન અબ્દાલે નાણાકીય ઉલ્લંઘન અને ઉશ્કેરણીથી સંબંધિત અપરાધો માટે ૧૩ શિક્ષકોની ધરપકડ કરવામાં આવી. તેમની સાથે પૂછપરછ પછી તેમાંથી દરેકને એક અઠવાડિયા માટે પુનર્વાસ અને સુધાર કેન્દ્ર મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું કે તપાસ જારી છે. પાછલા વર્ષે એક મહિનાની હડતાળ પછી વેતન વૃદ્ધિ પર સંમતિ બની હતી. કોરોના વાયરસ મહામારીથી સંબંધિત આર્થિક સંકટના કારણે સરકારે ૧૬ એપ્રિલે આગામી વર્ષની શરૂઆત સુધી વધારાની ચુકવણીને સ્થગિત કરવાનો નિર્ણય લીધો. સંઘે તેનો અસ્વીકાર કરી દીધો. સંઘે તેનો અસ્વીકાર કરી દીધો અને  અમ્માનના દક્ષિણમાં વિરોધનું આયોજન કર્યું. યુનિયન નેતા નાસિર નવાશ્રાએ ભાર આપીને જણાવ્યું કે વેતન વૃદ્ધિ સહિત સમજૂતીની શરતો સંપૂર્ણપણે લાગુ થવી જોઈએ. અદાલતે શિક્ષક સંઘ પર કાર્યવાહીથી સંબંધિત વિવરણ માટે એક ગંભીર આદેશ આપ્યો. માત્ર સત્તાવાર સમાચાર આઉટલેટસને જ તેના વિશે રિપોર્ટ કરવાની પરવાનગી છે. શિક્ષણમંત્રી તૈસેર અલ નઈમીએ જણાવ્યું કે શિક્ષકોના વેતનવૃદ્ધિને રદ કરી દેવામાં આવી હતી, જેમ  કે અન્ય સરકારી કર્મચારીઓ માટે વૃદ્ધિ થઈ હતી. તેની જાન્યુઆરીથી ચુકવણી કરવામાં આવશે. એક સ્થાનિક જજ આગામી બે દિવસની અંદર સંઘ માટે એક મેનેજમેન્ટ કમિટી નિમણૂંક કરશે.