(એજન્સી) ચેન્નાઈ, તા.પ
તામિલનાડુ સરકારી વિભાગના મંત્રી સેલ્લુર રાજુએ એક નવું વિવાદ ઊભું કરતું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ફકત એઆઈએડીએમકે પક્ષના કાર્ડધારકોને જ મળશે. આ પહેલાં પણ એમણે તળાવોના રક્ષણ માટે ‘થર્મોકોલના પ્રયોગ’ બાબત જણાવી વિવાદો સર્જ્યા હતા. આ પહેલાં તામિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચલાવાતી કલ્યાણકારી યોજનાઓના લાભો રાજ્યની પ્રત્યેક વ્યક્તિને મળશે પછી ભલે તે પક્ષ સાથે સંબંધ ધરાવતો હોય. એક જાહેર સંબોધનમાં સેલ્લુર રાજુએ કહ્યું હતું કે, એઆઈએડીએમકે કાર્ડ અમારા જીવનની જેમ છે. પક્ષના પ્રત્યેક કાર્યકર્તાએ અચૂક કાર્ડ મેળવી લેવું જોઈએ. જો તમારી પાસે આ કાર્ડ હશે તો જ તમે અથવા તમારો કુટુંબ સરકાર પાસેથી મદદ મેળવી શકશે. એક કાર્યક્રમમાં નવા સભ્યોની નોંધણી કરાઈ રહી હતી. એ દરમિયાન એમણે કહ્યું હતું. મંત્રીના નિવેદનની જ્યારે લોકોને ખબર પડી ત્યારે સોશિયલ મીડિયા ઉપર એમની ઉપર તૂટી પડ્યા અને નિવેદનને મૂર્ખામીભર્યું કહ્યું. એક ટ્વીટર યુઝરે લખ્યું અમે આ વ્યક્તિથી ત્રાસી ગયા છીએ, મને ખબર નથી એમના મંત્રાલયના અધિકારીઓ એની સાથે કઈ રીતે કામ કરતા હશે. મૂર્ખામીની પરાકાષ્ઠા છે.
સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ફકત એઆઈએડીએમકે પક્ષના કાર્ડધારકોને જ મળશે : તામિલનાડુના મંત્રી સેલ્લુર રાજુ

Recent Comments