કોડીનાર, તા.રપ

કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આગામી બકરા ઈદ અને મોહરમ પર્વ અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર મુસ્લિમ સમાજમાં આગામી ઈદ અને મોહર્રમ પર્વની ઉજવણી અંગે પર્વતી રહેલ અસમંજસ વચ્ચે કોડીનાર તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સૈયદ ભીખુબાપુ કાદરીના અધ્યક્ષસ્થાને મળેલી મુસ્લિમ સમાજની મીટિંગમાં હાલના કોરોનાના કપરા કાળમાં ઈદ અને મોહર્રમ પર્વની ઉજવણી કરવા અંગે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, ખાસ કરીને કોડીનારના જગ વિખ્યાત મોહર્રમ પર્વ અંગે વિશેષ ચર્ચા કરાઇ હતી, ચર્ચાના અંતે આગામી બંને તહેવારો સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવા સહમતિ સધાઈ હતી. તેમજ આગામી દિવસોમાં સરકારની નવી ગાઈડલાઈન જાહેર થયા બાદ ફરીથી મીટિંગ કરી મોહર્રમ અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ મીટિંગમાં સૈયદ ભીખુબાપુ કાદરી, સૈયદ જીલાની બાપુ કાદરી, સૈયદ રફીકબાપુ કાદરી, દાદાબાપુ કાદરી, જીશાનભાઈ નકવી, રઉફભાઈ કચ્છી, હાજી રફીકભાઈ જુણેજા, અબાજાન નકવી, જાવીદબાપુ નકવી, બસીરભાઈ શેખ, સૈયદ આરીફબાપુ કાદરી, અફઝલ સુલેમાન કચ્છી સહિતના મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.