અમદાવાદ, તા.૧૨
એલઆરડી ભરતીના વિવાદ મુદ્દે છેલ્લા ૬પ દિવસથી ગાંધીનગર ખાતે મહિલાઓ આંદોલન કરી રહી છે, ત્યારે સરકારે તેમની માગણી સ્વીકારી ૧-૮-ર૦૧૮ના ઠરાવમાં સુધારો કરવાની વાત કરી છે. તેને લઈ બિનઅનામત વર્ગની નારાજગી સામે આવી છે. જેને લીધે અનામત અને બિનઅનામત વર્ગની વચ્ચે સરકાર બરોબરની ભીંસમાં આવી છે. એલઆરડીની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા.૧-૮-૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા ૬૫ દિવસથી ગાંધીનગરમાં એસસી/એસટી, ઓબીસીની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ એલઆરડીની બિન અનામત મહિલા ઉમેદવારો પણ આજે લડી લેવાના મૂડમાં હતા. તેઓ પરિપત્ર રદ ન કરવા અને તેમજ તેમાં કોઈપણ ફેરફાર ન કરવાની માંગ સાથે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને મળવા માટે દોડી ગયા હતા. ત્યાર બાદ તેઓ રેલી સાથે મુખ્યમંત્રી કાર્યાલય તરફ રવાના થયા હતા. જો કે થોડીવારમાં જ સીએમઓ જવાને બદલે તેઓએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવાનો નિર્ણય લીધો હતો. ૧ ઓગસ્ટ ૨૦૧૮નો પરિપત્ર રદ ન કરવાની માંગણી સાથે યોજાયેલી આ રેલીમાં મહિલા ઉમેદવારોની સાથે સાથે પાસના નેતા દિનેશ. પત્રકાર પરિષદમાં દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ૧ ઓગસ્ટ ૨૦૧૮નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. એની સાથે કોઇ બાંધછોડ નહિં થાય. ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે. સરકાર પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે એમાં બિન અનામત વર્ગને વિશ્વાસમાં લે. સરકાર એક તરફી નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે અમે કાયદાકીય લડાઇ લડીશું. મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે. એલઆરડી ભરતીમાં માત્ર બિન અનામત વર્ગના લોકોને જ ઓર્ડર આપવામાં આવ્યા નથી. જો સરકાર અમારી વાત નહીં માને તો ઉપવાસ છાવણી પર આંદોલનની શરૂઆત કરીશું. અમે અમારી સાથે થયેલા ભેદ ભાવને સાંખી લઇશું નહી. બાંભણિયા કહ્યું કે, માત્ર ૨૫૦ લોકોની સામે આજે ૨૦૦૦ લોકો એકઠા થયા છે. અમે કોઇ સમાજની સામે નથી, પણ કોઇ સમાજની લાગણી નહીં દુભાવા દઇએ. ચિંતન શિબિરમાં સમરસતા જળવાય એ અમારી પ્રાથમિકતા છે. રાજકીય કિન્નાખોરીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશનું પાલન કરે. કોર્ટના જજમેન્ટને સરકારે ધ્યાને લેવા જોઇંએ. બિન અનામત વર્ગની નાપાસ થયેલી દીકરીઓનું લિસ્ટ અમને આપો.