(એજન્સી) તા.૨૩
દેશમાં લોકડાઉન બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું તથા વિપક્ષી પાર્ટીઓને પણ સલાહ આપી છે. ભાજપના પૂર્વ નેતા રહેલા યશવંત સિન્હાએ શનિવારે ટિ્‌વટ કરી કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓએ પ્રવાસી શ્રમિકો અને ગરીબ લોકોની સ્થિતિ સામે લાવવા રસ્તાઓ પર ઉતરવાની જરૂર છે. યશવંત સિન્હાએ કહ્યું કે, સરકાર ‘બહેરી અને આંધળી’ છે. પૂર્વ ભાજપ નેતા યશવંત સિન્હાએ કહ્યું કે, અરજી અથવા નિવેદનબાજી (રાજકીય ભવ્યતા) દેશના આર્થિક રીતે કમજોર વર્ગોની મદદ નહીં કરે. યશવંત સિન્હાની આ મોટી ટિપ્પણી કોરોના વાયરસના મહામારી અને પ્રવાસી સંકટ માટે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયાની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા ૨૨ વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ બીજા દિવસે આવી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ બેઠક બાદ અલગ-અલગ માંગોનું એક ચાર્ટર પણ જાહેર કરાયું હતું. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કડક ટીકાકાર યશવંત સિન્હાએ કહ્યું, વિપક્ષી પાર્ટીઓએ સરકારને અરજી કરવાની જગ્યાએ રસ્તાઓ પર ઉતરવું જોઇએ. જે ગરીબોની પીડાને લઈને બહેરી અને આંધળી થઇ ચૂકી છે. હવે માત્ર નિવેદનબાજી પુરતી નથી. આ સપ્તાહની શરૂઆતમાં તેઓની દિલ્હી પોલીસે રાજઘાટ પર એક ઘરણા પર બેસવા પર અટકાયત કરી હતી. યશવંત સિન્હાની માંગ હતી કે, પ્રવાસી શ્રમિકોને તેમના ઘરો સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે સશસ્ત્ર દળોને બોલાવવામાં આવે. તેઓએ કહ્યું હતું કે, લાખો પ્રવાસી શ્રમિક, છૂટક મજૂરી કરનાર અને આર્થિક રૂપે કમજોર વર્ગના લોકો કોરોના વાયરસ લોકડાઉનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જેનાથી તેમની નોકરીઓ છિનવાઇ ગઈ છે અને તેમને ભોજન, ધન અને આશ્રય વિના છોડી દેવામાં આવ્યા છે.