જૂનાગઢ, તા.ર૦
સરકારી અર્ધસરકારી, પ્રાઈવેટ સ્કૂલોની ફી માફ કરવા અંગે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્યમાં ૧૯ કોરોનાની મહામારી ચાલતી હોય અને દેશ સંપૂર્ણ લોકડાઉન હોય તેવા સંજોગોમાં તમામ લોકોના ધંધા રોજગાર નોકરી બંધ હાલતમાં હોય અને લોકો મોટાભાગની જનતાને ઘરમાં પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડતી હોય એવા સંજોગોમાં લોકો તેમના બાળકોને ફીની રકમ ન ચૂકવી શકે તેમ નથી. આવા સંજોગોમાં તમામ પ્રાઇવેટ અને સરકારી, અર્ધસરકારી શાળાની ફી માફી થાય એવું કરવા માટે જુનાગઢ શહેર પ્રમુખ અમીત પટેલ તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રીને અંગત ભલામણ કરીએ છીએ. તો વહેલામાં વહેલી તકે અરજી ધ્યાને લઇ ટોટલ ફીનું ધોરણ માફ થાય જેથી કરીને લોકોને રાહત મળે.