(સંવાદદાતા દ્વારા) હિંમતનગર,તા.૧૦
સાબરકાંઠામાં પ્રથમ વખત નાકના સાયનસ તથા આંખના સ્નાયુઓ સુધી ફેલાયેલા ફંગલ ઇન્ફેકશનનું તદ્દન આધુનિક પદ્ધતિથી દૂરબીન વડે કોઈપણ જાતના ચીરા કે ટાંકા વગર સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. પાનીબેન રામજીભાઇ પટેલ,ઉમર ૬૫ વર્ષ વિજયનગર તાલુકાના દંતોડગામના રહેવાસીને ૦૨-૦૨-૨૧ના રોજ જી.એમ ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સંલ્ગન જનરલ હોસ્પિટલ હિમ્મતનગર ખાતે દાખલ કરાયા હતા. તેમને ડાબીબાજુ નું નાક બંધ હતું, ડાબીબાજુના નાક માથી રસી આવવી, ડાબીબાજુની આંખ માં અસહ્યદ દુખાવો તથા આંખની નીચેના ભાગમાં સોજો આવવો વગેરેની ફરિયાદ હતી. તપાસ કરતાં નાક અને આંખની આજુ-બાજુ અને છેક અંદર સુધી ફંગલનું પ્રમાણ વધી ગયું હતું. સી.ટી સ્કેન અને એમ.આર.આઈ.ની તપાસમાં નાક,નાકની આજુબાજુના સાઇનસ તથા આંખના સ્નાયુઓ સુધી ચેપ ફેલાયેલો જણાયો હતો અને આંખ અને નાક વચ્ચેની હાડકી ખવાઇ ગઈ હતી. ઈ.એન ટી. સર્જન અને તેમની ટીમ દ્વારા ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. લેફ્ટ સાઈડફંકસ્નલ એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી,મીડિયલ મેક્સિલેકટોમી ટાઈપ થ્રી વિથ ઓરબાઇટલ ડીકંપ્રેશન નું ઓપરેશન કરવામાં આવ્યું. જેમાં નાકની, સાયનસના ફૂગની અને જે પરૂ ભરાયેલુ હતું તેની સફાઈ પણ કરવામાં આવી. પાનીબેનના સગા હોસ્પિટલની સારવારથી ખુબજ સંતુસ્ઠ છે. તેઓ ખાનગી દવાખાનામાં પણ જઈને આવ્યા હતા પણ જી.એમ ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સંલ્ગન જનરલ હોસ્પિટલ હિમંતનગરની ઈ.એન.ટી વિભાગની કામગરી જોઈને અહિજ સારવાર લેવાનું નક્કી કર્યું અને ઉત્તમ સારવાર બદલ. તેમણે ઈ.એન.ટી.વિભાગના વડા અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો આશિષ કટારકર , ડોક્ટર અને સ્ટાફનો આભાર માન્યો હતો.
સરકારી તબીબોની પ્રશંસનીય કામગીરી હિંમતનગરની જનરલ હોસ્પિટલમાં મહિલા દર્દીનું સફળ ઓપરેશન

Recent Comments