(એજન્સી) બડગામ, તા.ર૦
સોમવારે બડગામ ખાતે સોઈબુગ વિસ્તારમાં સરકારી દળો અને સ્થાનિય નિવાસી વચ્ચે અથડામણ થઈ હતી. રવિવારે રાત્રે સરકારી દળો દ્વારા એરફોર્સની અંદર એક શખ્સ જે સોઈબુગનો રહેવાસી હતો તેને ગોળી મારી દેવામાં આવી હતી. જેનું નામ સૈયદ હબીબુલ્લાહ બતાવવામાં આવી રહ્યું છે. જેના જનાઝાની નમાઝ પઢયા બાદ સરકારી દળો અને સ્થાનિક નિવાસીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના આંતરિક નિવેદન મુજબ પોલીસે જણાવ્યું કે સરકારી દળો દ્વારા એક શખ્સને ઠાર કરવામાં આવ્યો. તે માનસિક રીતે અસ્વસ્થ હતો જે એરફોર્સની હાઈસિકયોરિટીની અંદર દાખલ કરવાનો પ્રયાસ કર્યો. અમે તેને થોભવા પણ કહ્યું પરંતુ તે ન રોકાયો. એ શખ્સની ઓળખ સૈયદ હબીબુલ્લાહ નામે થઈ છે. પોલીસના પ્રવકતાએ જણાવ્યું કે, એ શખ્સ રાત્રે ૧ર વાગ્યાની આસપાસ સિકયોરિટીના તારને ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો જ્યારે સરકારી દળો દ્વારા તેને સતત ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ તે ન રોકાતા તેને ઠાર કરવામાં આવ્યો હતો. પ્રવકતાએ આગળ જણાવ્યું કે, એરફોર્સ સ્ટેશનના પ્રશાસને હુમહામા પોલીસ ચોકીને જાણ કરી હતી જ્યારે ઘટનાસ્થળે પોલીસ પહોંચીને તપાસ કરતાં જાણવા મળ્યું કે એ શખ્સની ઉંમર પ૦-પપ વચ્ચે જણાતી હતી અને તે માનસિક રીતે અસ્વસ્થ પણ લાગતો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામેલા શખ્સે કોઈ ચંપલ નહોતા પહેર્યા ના તો તેણે કોઈ જેકેટ પહેર્યું હતું અને તેનું આઈડી કાર્ડ પણ ન હતું. પોલીસે મૃતદેહની કસ્ટડીમાં લઈ તેની ઓળખ શોધવામાં લાગી ગઈ હતી. જ્યારે સોમવારે એ શખ્સની ઓળખ સોઈબુગના રહેવાસી સૈયદ હબીબુલ્લાહ નામે થઈ હતી. એ શખ્સના મૃત્યુને લઈ સોઈબુગ વિસ્તારમાં બધી શાળાઓ, દુકાનો, ધંધાઓ બંધ રાખ્યા હતા. બધા લોકો હબીબુલ્લાહના ઘરે જઈને તેમના પરિવારજનોને આશ્વાસન આપી રહ્યા હતા. હબીબુલ્લાહના સંબંધીઓ જોડે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ રવિવારે રાત્રે ઘર છોડીને જતા રહ્યા હતા. તેઓ અલગ અલગ રસ્તાઓ પર ભટકી રહ્યા હતા. પરંતુ તેઓ માનસિક અસ્વસ્થ ન હતા પરંતુ તેઓ ખૂબ જ હતાશ હતા. તેના સંબંધીએ આગળ જણાવ્યું કે, તેઓ ગરીબીથી કંટાળી ગયા હતા અને તેઓ પરિવારને જીવન જરૂરી વસ્તુઓ આપવા પણ સક્ષમ ન હતા જેથી તેમણે હતાશ થઈને આ પગલું ભર્યું હતું. હબીબુલ્લાહ પાડોશીઓથી ખાવાનું માંગીને ખાતા હતા તેમના પાંચ પુત્રો અને દીકરી અને પત્ની હતા. તેમના જનાઝામાં હજારો લોકો જોડાયા હતા અને સાથે તેઓ સરકારી દળો વિરોધી સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. જ્યારે થોડા સમય બાદ એક યુવાને સરકારી દળો પર પથ્થર વડે હુમલો કર્યો જેથી સરકારી દળોએ પણ તેઓને વળતો જવાબ આપ્યો હતો આથી લઈ બન્ને વચ્ચે અથડામણ થઈ હતી.
સરકારી દળો દ્વારા એરફોર્સ સ્ટેશન પર ઠાર કરાયેલ શખ્સ ‘ખૂબ જ હતાશ’ હતો : ખાવાના પણ વાંધા

Recent Comments