(એજન્સી) નવી દિલ્હી, તા.૪
સરકારે ખેડૂતોની આવક ર૦રર સુધી બમણી કરવાના લક્ષ્યને પૂર્ણ કરવા ટેકાના ભાવો અને ખેતીના પડતર ભાવોને ધ્યાનમાં રાખી એમણે નિર્ધારિત કરાયેલ એ-ર પ્લસ એફ એલ ફોર્મ્યુલાની સરખામણીમાં તો દોઢ ગણાથી વધુ વધાર્યા છે પણ સી-રની સરખામણીમાં મોટાભાગના પાકોના ટેકાના ભાવોમાં રપ ટકાથી પણ ઓછો વધારો કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલ પરિપત્ર મુજબ ખરીફ પાકોમાં ટેકાના ભાવો પડતરની સરખામણીએ પ૦ ટકાથી ૯૭ ટકા સુધી વધાર્યા છે. જો એ-ર પ્લસ એફએલ અને સી-રના આધારે ગણતરી કરીએ તો મોટાભાગના પાકોમાં રપ ટકાથી પણ ઓછો વધારો કરાયો છે. ડાંગરમાં કરાયેલ ભાવ વધારો એ-ર પ્લસ એફ એલની સરખામણીમાં તો પ૭ ટકા વધુ છે પણ સી-રની સરખામણીમાં ફકત ૧૭.૯ર ટકા જ છે. આ જ પ્રમાણે જુવારમાં પણ એ-ર પ્લસ એફએલની સરખામણીમાં પ૭ ટકા છે પણ સી-રની સરખામણીમાં ૧૮ ટકા જ છે.