(એજન્સી) ભોપાલ,તા.૧ર
મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના ભાદલ ગામના વૃદ્ધ પુસ્લિયા પટેલનું ઘર, ખેતી, પાક બધું ધોવાઈ ગયું. પટેલે જણાવ્યું કે અમને અમારું ઘર નથી છોડવું. અમારો પુત્ર અહીં રહે છે. અમારે પણ અહીં જ રહેવું છે. બધું ડૂબી રહ્યું છે.
પટેલે સરકારને ડેમમાં વધુ પાણી નહીં છોડવા અપીલ કરી હતી. ગામના તમામ લોકોને પરેશાની થઈ રહી છે. તમામ પ્રજા ડૂબી રહી છે. આ દુષ્કર્મ ન કરવું જોઈએ. હવે પાણી ન છોડવામાં આવે. જો આવું ને આવું રહ્યું તો અહીં જીવન ખત્મ થઈ જશે. સરકાર દિલ્હી અને ભોપાલમાં છે. સરકારે નર્મદા સાથે ઘણું ખરાબ કર્યું છે.
પટેલે જણાવ્યું હતું કે, મોદી સરકારને ગરીબોની સરકાર કહેવાય છે અને ગરીબોને જ ખત્મ કરવામાં આવી રહ્યા છે. સરકાર દાણા નાખી લલચાવીને લોકોને બરબાદ કરી રહી છે. સરકાર પ્રજાને છેતરી રહી છે. નર્મદા અમારું જીવન છે. નર્મદા સાથે લોકોનું જીવન જોડાયેલું છે. સરકાર જીવન બચાવવા માટે હોય છે ન કે જીવન ખત્મ કરવા માટે સરકાર ઈચ્છે તો કંઈ જ ડૂબે નહીં.
પટેલે જણાવ્યું હતું કે, ખલઘાટમાં કેટલાક લોકોને જમીન અપાઈ છે. પણ ઘર અપાયા નથી અને ત્યાં જ લોકોનો વસવાટ કરવાનું નક્કી કર્યું છે. પણ ત્યાંની જમીન અમારા કામની નથી સરકારે અમારી સાથે છેતરપિંડી કરી છે.