આગામી ૩૦ ઓક્ટોબર શુક્રવારના રોજ ઈદે મિલાદુન્નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. કોરોના મહામારીને કારણે સરકારી ગાઇડલાઇન મુજબ જુલૂસ કાઢવા પરવાનગી આપવામાં આવી નથી. પરંતુ આશીકાને રસુલ દ્વારા મસ્જિદો, શેરી, મહોલ્લા, સોસાયટીઓ અને ફલેટો સજાવવામાં આવી રહ્યા છે. ઉક્ત તસવીર અહમદાબાદના માણેકચોક સ્થિત શાહી જુમ્મા મસ્જિદની છે. જે ઝળહળતી રોશનીથી ઝગારા મારી રહી છે.