(એજન્સી) તા.ર૯
મદ્રેસાને મુખ્યધારાની શિક્ષણ પ્રણાલી સાથે જોડવાના અભિયાન હેઠળ લઘુમતી બાબતોના મંત્રાલયે મદ્રેસાના શિક્ષકો માટે ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત કરી છે. અત્યાર સુધી ૪૦ મદ્રેસા શિક્ષક જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના માધ્યમથી રેસિડેન્સિયેલ ટ્રેનિંગ પૂરી કરી ચૂક્યા છે. મદ્રેસા શિક્ષકોને આધુનિક શિક્ષણ પ્રણાલીના જુદા જુદા પાસાઓની જાણકારી આપવામાં આવી રહી છે. આ શિક્ષકોમાં પ૦ ટકાથી વધુ મહિલા શિક્ષકો પણ સામેલ છે. આ શિક્ષક, મદ્રેસામાં મુખ્યધારાનો અભ્યાસ જેમ કે વિજ્ઞાન, ગણિત, કમ્પ્યુટર, હિન્દી, અંગ્રેજી શીખવશે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, મદ્રેસા શિક્ષકોને મુખ્યધારાની શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે પહેલીવાર આ અભિયાન ચલાવાયું છે. આ પ્રકારના કાર્યક્રમોથી વડાપ્રધાન મોદીના એક હાથમાં કુર્આન, બીજા હાથમાં કમ્પ્યુટરના સંદેશને મજબૂતાઈ મળશે. નકવીએ કહ્યું કે, કેન્દ્રની મોદી સરકારે મદ્રેસા સહિત બધા લઘુમતી સમુદાયના શૈક્ષણિક સંસ્થાનોને મુખ્યધારાની શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે યુદ્ધસ્તરને અભિયાન ચલાવ્યું છે. જેના લીધે હજારો લઘુમતી સમુદાયના શૈક્ષણિક સંસ્થાન આજે મુખ્યધારાની શિક્ષણ પ્રણાલી સાથે જોડાઈ ચૂક્યા છે. લઘુમતી મંત્રાલય ૩ઈ-એજ્યુકેશન એમ્પ્લોઈમેન્ટ, એમ્પાવરમેન્ટના સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે. ૬ મહિનામાં મદ્રેસા સહિત બધા લઘુમતી સમુદાયના હજારો શૈક્ષણિક સંસ્થાનોને ૩ટી- ટીચર, ટિફીન અને ટોયલેટ સાથે જોડીને મુખ્યધારાની શિક્ષણ પ્રણાલીમાં સામેલ કરાયા છે. આ કાર્યક્રમને અંતે મદ્રેસા શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. રર માર્ચથી તેની શરૂઆત થઈ છે. યુપી, રાજસ્થાન, હરિયાણા અને અન્ય અનેક રાજ્યોના મદ્રેસા ટીચર આ કાર્યક્રમમાં સામેલ થયા છે.
મદ્રેસાના સ્નાતક, અનુસ્નાતક સ્તરના કોર્સ અને મદ્રેસા મિની ITIની પરીક્ષાની
તારીખો એકસમાન, સેન્ટરનું અંતર પ૦ કિ.મી. દૂર, શિક્ષકો ભડકી ઊઠ્યા
(એજન્સી) તા.ર૯
યુપી બોર્ડ ઓફ મદ્રેસા એજ્યુકેશન (યુપીબીએમઈ)એ એક અઠવાડિયા અગાઉ જ રાજ્યભરમાં મદ્રેસાના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત કરી છે. જો કે આ પરીક્ષાના આયોજનને કારણે મદ્રેસાના મિની આઈટીઆઈના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમની એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ ભડકી ઉઠ્યા છે. મદ્રેસા મિની આઈટીઆઈ વેલ્ફેર એસોસિએશનના વડપણ હેઠળના અનેક શિક્ષકોના પ્રતિનિધિમંડળે યુપીબીએમઈના રજિસ્ટ્રાર સાથે મંગળવારે મુલાકાત કરી હતી અને તેમને ફરિયાદ કરી હતી કે પરીક્ષાના આયોજનની તારીખો એકસમાન છે. જેના કારણે દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના કેન્દ્રો સુધી પહોંચવું મુશ્કેલ થઈ શકે છે. યુપી રાજ્યમાં લગભગ ૧૪૦ મિની આઈટીઆઈ મદ્રેસા છે જે મદ્રેસામાં ભણતાં વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેલપમેન્ટની કામગીરી કરે છે અને તેમને સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપે છે. આ તમામ કામગીરી વોકેશનલ ટ્રેનિંગ યોજના હેઠળ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યભરમાં મદ્રેસા આઈટીઆઈમાં લગભગ રપ૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રજિસ્ટ્રાર રાહુલ ગુપ્તાને એસોસિએશને આવેદનપત્ર સોપ્યું હતું. તેમણે કહ્યું કે, અમે એવા ઘણા બધા સેન્ટરોની ઓળખ કરી છે જે મદ્રેસા આઈટીઆઈથી લગભગ પ૦ કિ.મી.ના અંતરે આવેલા છે. જે એક લાંબું અંતર સાબિત થશે બાળકો માટે. જો કે બોર્ડે તો અમને વાયદો કર્યો હતો કે બાળકોને ફક્ત આઠ કિ.મી.ની અંદર જ સેન્ટર આપવામાં આવશે તો પછી આવું કેમ થયું. જો કે આલીમ, ફાઝીલ અને કામીલ આ ત્રણે સ્નાતક અને અનુસ્નાતકને સમાન ડિગ્રી છે જેની તારીખો મિની આઈટીઆઈ મદ્રેસા પરીક્ષા સાથે ક્લેશ થઈ રહી છે. તો પછી અમારા વિદ્યાર્થીઓ કેવી રીતે બંને જગ્યા હાજરી આપી શકે છે. એસોસિએશનના અન્ય એક સભ્ય અક્શા નફીસે પણ કહ્યું કે, અમને વાયદો કરાયો હતો કે આઠ કિ.મી.ના વિસ્તારમાં અમારું પરીક્ષાનું કેન્દ્ર આવી જશેે પરંતુ અમને પ૦ કિ.મી. દૂર હડસેલવામાં આવ્યા છે. જો કે આ ફરિયાદ પર પ્રતિક્રિયા આપતાં યુપીબીએમઈના રજિસ્ટ્રાર રાહુલ ગુપ્તાએ કહ્યું કે, અમે આ ફરિયાદ પર ધ્યાન આપીશું અને તેના પર જલદીથી જલદી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરીશું.