અમરેલી, તા.રપ
તાજેતરમાં જ ગુજરાત રાજય સરકારે વર્ગ ૩ ની પરીક્ષા આપવાની લાયકાતમાં ફેરફાર કરીને ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકાર મય બનાવી દીધું છે, રાજય સરકાર બેરોજગારીનો આંક ઘટાડવા માટે વર્ગ ૩ ની પરીક્ષા માટે ૧ર પાસની લાયકાત રદ કરીને ગ્રેજયુએટની લાયકાત કરેલ છે, રાજય સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે ત્યારે રોજગારી આપવામાં આ નિષ્ફળ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે છેડછાડ કરવાનું શરૂ કર્યુ છે, ગુજરાતમાં ધોરણ ૧ર પાસ લાખો યુવાનોનું ભવિષ્ય અંધકાર મય બની ગયું છે, ગુજરાત સરકારે વર્ગ ૩ ની પરીક્ષા માટે ૧ર પાસની લાયકાત રદ કરીને લાખો યુવાનો માટે સરકારી નોકરીના દરવાજા વર્ગ ૩ માટે હંમેશા માટે બંધ કરીને ગુજરાતના યુવાનોની હાય વ્હોરી લીધી છે, રાજય સરકાર તેનો આ નિર્ણય પરત ખેંચે એમ અમરેલી તાલુકાના કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ જણાવ્યું છે.
સરકાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરે : મનીષ ભંડેરી

Recent Comments