(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૯
કાળા કાયદાના વિરોધ કરનારા ખેડૂતોના સમર્થનમાં અહીંસક રીતે એક દિવસનાં ધરણા કરનાર વલસાડ જિલ્લાના ૫ સંગઠનો જેમાં ભીલીસ્થાન ટાયગર સેનાના વલસાડ જિલ્લાના પ્રમુખ જીતુ પટેલ, સંવિધાન ગૌરવ સમિતિ તથા ગુજરાત વંચીત બહુજન આઘાડીના સહપ્રભારી ભીમરાવ કટકે, રાષ્ટ્રવાદી કાંગ્રેસ પાર્ટીના ગુજરાત મહામંત્રી લેબર સેલના અબ્દુલ મલિક તથા વીઠઠલ ખરાત, આમ આદમી પાર્ટીના જીતુ દેસાઈ, રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘના ઉમેશ પટેલ સહિત અન્ય કાર્યકરો ધરણા કરી આવેદન પત્ર વલસાડ કલેકટર કચેરી દ્વારા કેન્દ્ર સરકારને આપવાનું હતું. પરંતુ આંદોલન કરવાં પહેલા કલમ ૧૪૪ના કાનુની કાયદો બતાવી પોલીસ આંદોલન કારીઓ જીતુ પટેલ અને ભીમરાવ કટકેનેં પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા છે.
પરંતુ વલસાડ જિલ્લામાં આંદોલન કારીઓ સરકાર તથા પોલીસરના આ પગલાં સામે વિરોધ કર્યો તથા સમગ્ર જિલ્લામાં આ સંગઠનો દ્વારા ધરપકડનો વિરોધ તથા કલેકટરનેં આવેદનપત્ર આપવામાં માટે મક્કમ નિર્ધાર કર્યો હતો. ત્યારે આ સંગઠનોનાં કેતન પટેલ-પ્રમુખ ભીલીસ્થાન. ટાઈગર સેના વાપી, આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ – જીતુ દેસાઇ, પરેશ પટેલ – ઉપપ્રમુખ-ભીલીસ્થાન ટાઈગર સેના પારડી, રાજેન્દ્ર સીંગ-ઉમરગામ , હરીશ પટેલ-પારડી ભીલીસથાન ટાઈગર સેનાનાં કાર્યકરો સહીત વિવિધ સંગઠનોનાં કાર્યકરો દ્વારા વલસાડ જિલ્લા કલેકટર કચેરીએ અધિક કલેકટર એમ.એન.રાજપુતને આવેદનપત્ર પત્ર આપ્યું હતું.
Recent Comments