સુરેન્દ્રનગર, તા.૩૧
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસવા પામે છે જ્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પણ સાર્વત્રિક વરસાદના પગલે મેઘમહેર યથાવત રહેવા પામી છે બે દિવસમાં ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા વરસાદે તારાજી સર્જી છે.
ત્યારે જિલ્લામાં સતત વરસાદના પગલે ખેતીને પણ ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે ત્યારે બીજી તરફ વઢવાણમાં સતત વરસાદના પગલે એક જ વિસ્તારમાં ૧૭ મકાનો એકસાથે ધરાશાયી થતા લોકો ઘર વિહોણા બની જવા પામ્યો છે. જેને પગલે તેમની હાલત કફોડી બની જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક આ બાબતે સહાય પેકેજ જાહેર કરીને રકમ ચૂકવવા આગેવાનો દ્વારા માગ કરવામાં આવી છે.