દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં કિસાનોની ઉપજની સ્જીઁ (મીનમમ સપોર્ટ પ્રાઈઝ) પર ખરીદીની ૨૦ વર્ષની લડાઇ લડવા, કેન્દ્રના ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશને રદ કરવા અને કૃષિ સુધારા ખરડાઓ વિરૂદ્ધ દેશભરના કિસાનો એકજૂટ થઇને આંદોલન ઉભું કરનારા એઆઇકેએસસીસીના સંયોજક સરદાર વીએમ સિંહે આંદોલનના પ્રવાહ અને સરકારના વલણથી ચિંતિત છે. સરદાર સિંહ સમય સમયે સરકાર અને કિસાનો બંનેને સલાહ અને માર્ગદર્શન આપી રહ્યા છે. દિલ્હીમાં લાંબું ખેંચાઇ રહેલું આંદોલન અને સરકાર સાથે વાતચીત વચ્ચે બંને પક્ષોમાં સહમતી સધાઇ રહી નથી. વીએમ સિંહે કહ્યું કે, અત્યારે જે વાત થઇ રહી છે તે વટહુકમ લાવતાં પહેલા થવી જોઇતી હતી. હવે વાંધા માગવામાં આવે છે તે મુસદ્દો બનાવાયો ત્યારે માગવા જોઇતા હતા.ખેડૂતોના ભલા મામલે સરકારે જીદ ના કરવી જોઇએ. સરકારને આમાં હાર અને જીત દેખાય છે જે ખોટી વિચારસરણી છે. આખરે સરકાર કિસાનોએ જ બનાવી છે. શું કૃષિ બિલ કિસાનોના વાયદામાં સામેલ હતું ? તમે કહ્યું હતું કે, ખેડૂતોને ઉપજના અઢી ગણી કિંમત આપીશું તો હવે કેમ નથી આપી રહ્યા ? તમે હવે આ બિલોને કોંગ્રેસના સમયના ગણાવી રહ્યા છો અને કોંગ્રેસના ઘોષણાપત્રમાં સામેલ હોવાનું રટણ કરો છો તો સત્તા પરિવર્તનની જરૂર કેમ પડી ? સરકાર કાયદાઓ મામલે અમારી પાસેવાંધા માગી રહી છે ત્યારે અમે વાંધા આપવા તૈયાર છીએ. સરકારે ખેડૂતો પાસેથી તમામ વાંધા લેવા જોઇએ અને સૂચનો માનવા જોઇએ અને તેમના અનુસાર કાયદો લાવે. જુના કાયદાને રદ કરે. તો સમાધાન થઇ જશે. સરકારને એમએસપીની ગેરંટી આપવામાં વાંધો શું છે ?