અમદાવાદ,તા.રપ
ઈસ્લામી રિલીફ કમિટી ગુજરાત તથા અન્ય સહયોગી સંસ્થાઓએ મળી પ્રજાના સાથ સહકારથી વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી છે. તેના પ્રથમ તબક્કામાં જુહાપુરાની અલ ફઝલ મસ્જિદ ખાતે ર૦૦ નમાઝીભાઈઓને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ ઝુંબેશને સફળ બનાવવા પર્યાવરણવિદ હસીબ શેખ, અજીમના સાથીઓ દાઉદભાઈ કોઠારિયા, નઝીર પટેલ, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર હાજીભાઈ મીરઝા વગેરેએ હાજર રહી સરખેજ, જુહાપુરા, રખિયાલ સહિત અન્ય વિસ્તારોમાં પૂરજોશમાં વૃક્ષારોપણ કરવાનું નક્કી કરાયું હતું. જમાતે ઈસ્લામી હિન્દ, ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઓ મ્યુનિસિપલ બગીચા ખાતામાંથી રોપાઓ મેળવી ટ્રીગાર્ડનું વિનામુલ્યે રોયલ અકબર ટાવર, સરખેજ તથા મોરારજીચોક રખિયાલ ખાતેથી કરવામાં આવશે.
આ અંગે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર હાજીભાઈ મીરઝાએ જણાવ્યું છે કે, જુહાપુરા વિસ્તારની સોસાયટીના ચેરમેન, સેક્રેટરી કે સભ્યો, એનજીઓના મિત્રો, કાર્યકરો પોતાના વિસ્તારમાં કયાં કયાં વૃક્ષો લગાડવા ઈચ્છુક છે તેઓ હાજીભાઈ મીરઝા અને ઈકબાલભાઈ મીરઝાને લીસ્ટ આખી જશે તો મ્યુનિસિપલ તરફથી વૃક્ષો શેખવાની વ્યવસ્થા કરવામાં આવશે.