અમદાવાદ, તા.ર૬
અમદાવાદ શહેરની સ્થા૫નાને ગતરોજ ૬૦૯ વર્ષ પૂર્ણ થયેલ છે. આ સ્થા૫ના દિનની ઉજવણીના ભાગરૂપે સરખેજ રોજા કમિટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરનો પાયો નાખનાર શેખ એહમદ ગંજબક્ષ ખટ્ટુુ (રહે.)ના મઝાર શરીફ પર ચાદર પેશ કરવામાં આવી હતી અને અમદાવાદ શહેર, રાજ્ય તથા રાષ્ટ્રની સુખાકારી માટે દુઆઓ માંગવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સરખેજ રોજા કમિટીના પ્રમુખ અબરારઅલી એસ.સૈયદ તથા ટ્રસ્ટીઓ-રફીકભાઈ કોઠારિયા, દીલાવરહુસેન એમ.સૈયદ, શહેઝાદ બુખારી, ઈમામખાન પઠાણ, એહમદઅલી સૈયદ, મો.શરીફ વડનરગવાલા, ઈકરામભાઈ મેમણ અને સેક્રેટરી બબલુખાન હાજર રહેલ. આ કાર્યક્રમમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ગુ.રા.), વડોદરા સર્કલના સિનિયર સુપ્રિ. આર્કિયોલોજિસ્ટ હશીહોમશરણ તથા અમદાવાદ ખાતેના આર્કોલોજિના અધિકારી (સી.એ.) પરમાર પણ હાજર રહેલા. તદુપરાંત આ કાર્યક્રમમાં દિલ્હી સ્થિત નેશનલ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના અધિકારી અત્તારી તથા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ (ગુ.રા.) ગાંધીનગરના અધિકારીઓ તથા અ.મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેલ. તદુપરાંત શેખ એહમદ ગંજબક્ષ ખટ્ટુ (રહે.) દારૂલ ઉલૂમના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ. અમદાવાદ શહેરના આજના સ્થાપના દિને, સરખેજ રોજા ખાતે સાઉન્ડ એન્ડ લાઈટ શૉના પ્રોજેક્ટના અમલીકરણ સારૂં પણ સરખેજ રોજા કમિટી તથા તમામ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.