(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
શહેરના સરથાણા વિસ્તારમાં લક્ઝરી બસના ટેક્સચોરી કૌભાંડમાં સંકળાયેલા સરથાણા પીઆઈ એન.ડી. ચૌધરી, પીએસઆઈ ગોહિલ સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ લાંચ રૂશ્વતનો ગુનો દાખલ કરાયા બાદ એસીપી અભીજીતસિંહ પરમારે આરોપીઓની ધરપકડ કરવા માટેની એક પોલીસની ટીમ મહેસાણા અને બોટાદ ખાતે મોકલી આપવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, ચારેય પોલીસ કર્મચારીઓ લક્ઝરી બસના માલિકો પાસે રૂા.૩૦ લાખની લાંચ લઈને ફરાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત દિવસોમાં સરથાણા વિસ્તારમાં લક્ઝરી બસનો રૂા.૮ લાખનો ટેક્સ બચાવવા ટ્રાવેર્લ્સના માલિકોએે નંબર પ્લેટ અને ચેસીસ બદલી નાંખવામાં આવી હતી. લક્ઝરી બસના સંચાલકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ એન.ડી. ચૌધરી તથા પીએસઆઈ ગોહિલ સહિત ચાર પોલીસ કર્મીઓએ રૂા.૩૦ લાખની લાંચ લઈને પોલીસ કેસ કરવાનો રફેદફે કરી નાંખ્યો હતો. આ મામલે એસીપી સી.કે.પટેલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ બી-ડિવિઝનના એસીપી પરમાર કરી રહ્યા હોવાનું જામવા મળે છે.
સરથાણા પીઆઈ, પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન

Recent Comments