ટંકારીઆ, તા.ર૧
ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામે રમાયેલ સરદાર વલ્લભાઈ પટેલ મેમોરિયલ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં અંકલેશ્વરની ફહદ મતાદાર સી.સી. મનુબર સી.સી.ને ૪૦ રનથી હરાવી ચેમ્પિયન બની છે.
ટીમના સુંદર પ્રદર્શન બદલ ફહદ મતાદાર સી.સી.ના ડાયરેક્ટર ઈસ્માઈલ મતાદારે બધા ખેલાડીઓ તથા તેમના સપોર્ટરો યુ.કે.ના સાજિદ કોન્ટ્રાક્ટર, ઉસ્માન કારભારી, ઝાકીર સરપંચ, અઝીઝ કોન્ટ્રાક્ટર, અનીસ રાજ, અલ્તાફ પરીએજ તથા સંચાલકો રજ્જાક બારીવાલા તથા આરીફ બાપુજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ફાઈનલના અંતે ઈનામ વિતરણ સમારંભમાં ફહદ મતાદાર સી.સી.ને ચેમ્પિયનશીપ કપ અપાયો હતો અને ઈનામોમાં મેન ઓફ મેચ-જલાલ પટેલ, મેન ઓફ ધ સિરીઝ-ફૈઝલ કારગિલ, બેસ્ટ બોલર-સુહેલ પોપા, બેસ્ટ બેટ્‌સમેન-મુસ્તુકાને જાહેર કરવામાં આવ્યા હતા.
ફહદ મતાદાર સી.સી. : ર૦૭ રન ૩૦ ઓવર, પ્રિયાન્ક : ૪૬ રન, કરમબેલકર : ૪૩ રન, કામરાન : ૩૧ રન, જલાલ પટેલ : ર૦ રન, રીનકેશ, સંતોષ અને મુબારકની બે-બે વિકેટ મનુબર સી.સી. : ૧૬૭ રન ઓલઆઉટ, પીયુષ તનવર : ૬૦ રન, સોયબ સોપારિયા, જલાલ પટેલ અને અક્ષય પટેલની ત્રણ ત્રણ વિકેટ