(સંવાદદાતા દ્વારા)
ડભોઈ, તા.૩૧
સરદાર સરોવર ડેમનાં ૨૩ દરવાજા માંથી ૧૦ લાખ ૧૮ હજાર ૨૩૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા બંધમાંથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો છોડાયો છે ત્યારે ચાંદોદ પાસેના ફૂલવાડી સણોર રોડ ઉપરના નાળા પર પાણી ફરી વળતાં રાજપુરા ગુમાનપુરા ગામો સાથેનો સંપર્ક ખોરવાયો છે. તીર્થ ક્ષેત્ર કરનાળીના કાંટા કિનારાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. સોમનાથ મંદિર વિસ્તાર બસ સ્ટેશન અને કરનાળીમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા કરનાળી ગામનો અનેક વિસ્તારો બેટમાં ફેરવાયો સરદાર સરોવર ડેમમાંથી સતત લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવકના પરિણામે ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી સહિત અનેક ગામોને તેની અસર થઇ છે ચાંદોદનો પૂર્વમાં આવેલા કપિલેશ્વર વિસ્તાર તેમજ ચાંદોદના પશ્ચિમે વાઘેલા ચંડિકા ઘાટ તરફનો વિસ્તાર અને નગર મધ્યે આવેલા મુખ્ય બજારથી મલ્હારરાવ ઘાટ તરફના બજાર વિસ્તારમાં હાલ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દુકાનદારો અને નગરજનો એ પોતાના માલસામાન અને ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડી છે.
Recent Comments