(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૫
જૂનાગઢ નજીક સાસણમાં ભાલછેલ ગામે સરપંચની વાડીમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડો પાડતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં ફરજમાં બેદરકારી બદલ જૂનાગઢ એસપીએ મેંદરડાના પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યો છે. જેને લઇને પોલીસબેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગત મુજબ ગત શનિવારે ભાલછેલના સરપંચની વાડીમાં સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ૨૨ લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો. આ પ્રકરણમાં ડ્ઢય્ કચેરી ગાંધીનગરની સૂચના મુજબ મેંદરડાના ઁજીૈં ગઢવી અને હેડ કોન્સ્ટેબલ જગમાલ હેરભાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આ બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડના ઓર્ડરની બજવણી કરવામાં આવી હતી.