(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ બુધવારે બપોરે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણ ઉપર પ્રહાર કર્યા હતા, સીતારમણે પક્ષના નેતા રાહુલ ગાંધીની ૧૩-ટ્‌વીટને રદિયો આપ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ “લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને કેન્દ્ર ઉપર ખોટા આક્ષેપો મૂકી રહ્યા છે કે, સરકારે “વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા ભાગેડુઓ જે વિલ ફુલ ડિફોલ્ટરો છે એમની લોનો માફ કરી રહી છે. સૂરજેવાલાએ નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા ત્રણેય પાસેથી મળેલા પૈસાની રકમમાં સ્પષ્ટ વિસંગતતા તરફ ધ્યાન દોરતાં ટિ્‌વટ કરીને કહ્યું કે, “ નાણાં પ્રધાનના મહત્વપૂર્ણ હોદ્દા ઉપર રહીને હકીકતોને ગેરમાર્ગે દોરવા અથવા ગેરકાયદેસર બનાવવું સૌથી અયોગ્ય છે. ટિ્‌વટમાં સૂરજેવાલાએ લખ્યુંઃ “તમે ટ્‌વીટ કર્યું હતું કે, મોદી-ચોક્સી-માલ્યા પાસેથી રૂા.૨,૭૮૦.૫૦ કરોડ વસૂલવામાં આવ્યા છે. ૧૬ માર્ચ, ૨૦૦૨ના રોજ સંસદને કહેવામાં આવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પીએમએલએ-ફેમા હેઠળ પાંચ વર્ષમાં માત્ર ૯૬.૯૩ કરોડ રૂપિયા વસૂલ્યા છે. ટિ્‌વટની શ્રેણીમાં સૂરજેવાલાએ સીતારમણના નિવેદનોનો પ્રતિકાર કરતા જણાવ્યું કે, તમને ફક્ત મારા ચાર પ્રશ્નોના સરળ જવાબ આપવાની જરૂર છે. “૧. મોદી સરકારે ૨૧૦૪-૧૫ અને ૨૦૧૯-૨૦માં ૬,૬૬,૦૦૦ કરોડ રૂપિયાની બેંક લોનોને કેમ રાઈટ્‌સ ઓફ કર્યા? ૨. રિઝર્વ બેંકનો ૨૪મી એપ્રિલ ૨૦૨૦નો આર.ટી.આઈ. હેઠળ જવાબ ખરૂં છે કે, ખોટું જેમાં એમણે કહ્યું છે કે, ૬૮,૬૦૭ કરોડ રૂપિયાની બેંક લોનો રાઈટ્‌સ ઓફ કરવામાં આવી છે? ૩.મોદી સરકારે નીરવ મોદી + મેહુલ ચોક્સી (રૂા.૮૦૪૮ કરોડ), જતીન મહેતા (રૂા.૬૦૩૮ કરોડ), માલ્યા (રૂા. ૧૯૪૩ કરોડ) જેવા ભાગેડુઓ અને અન્યોની બેન્ક લોન એપ્રિલના આરટીઆઈના જવાબ અનુસાર, કેમ રાઈટ્‌સ ઓફ કરી છે? ૪. બેંક લોન અને ડિફોલ્ટરોના આટલા બધા નાણાની રાઈટ્‌સ ઓફ કરવાની મંજુરી કોણે આપી?” સૂરજેવાલાએ ઉમેર્યું. મંગળવારે આરબીઆઈ દ્વારા ભારતીય બેન્કોે સાથે છેતરપિંડી કરવાના ૫૦ વિલફુલ ડિફોલ્ટરોની યાદી બહાર પાડ્યા બાદ રાહુલ ગાંધીએ સરકારને ઘેરી લીધી હતી. ગાંધીએ ભાજપ પર સંસદમાંથી આ યાદી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો કારણ કે, તેમાં શાસક પક્ષના મિત્રો શામેલ છે. કોંગ્રેસ અને ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ યાદીમાં મોદી, ચોક્સી અને માલ્યા સહિતના લોકોની ૬૮,૬૦૭ કરોડની લોન “માફ” કરી હતી. સીતારામણે જવાબમાં કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, “સંદર્ભો વિનાના તથ્યો રજુ કરી સનસનાટી પેદા નહિ કરો”. તેણીએ જણાવ્યું હતું કે, ૨૦૦૯/૧૦ થી ૨૦૧૩/૧૪ની વચ્ચે શેડ્યૂલ કમર્શિયલ બેંકોએ રૂા.૧,૪૫,૨૨૬ કરોડ રાઈટ્‌સ ઓફ કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, બિન-પરફોર્મિંગ એસેટ્‌સ (એનપીએ)ની જોગવાઈઓ આરબીઆઈના નિયમો અનુસાર છે અને એનપીએ રાઈટ્‌સ ઓફ કર્યા પછી પણ એની વસુલાત ચાલુ રહે છે.