ધોળકા,તા.રર
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામમાં આવેલ જમીનમાં ૪૩ ખેડૂત લાભાર્થીઓને ખેતીની જમીનનો કબજો આપી પ્રાંત અધિકારીના અધ્યક્ષતા હેઠળ ખેતી કરાવાઈ છે.
ધોળકા તાલુકાના સરોડા ગામની સાથણીની જમીન ૪૩ લાભાર્થીઓને જમીનનું સર્વે થયા બાદ ખેડવા માટે પુરતા બંદોબસ્ત સાથે ધોળકા સી.ડી.એમ પ્રાંત અધિકારી ધવલ જાનીના અધ્યક્ષ સ્થાને અગાઉ કરેલા વિરોધ પ્રદર્શનના પગલે વાયદા મુજબ સરોડામાં જમીન માપણીનું કામ પુર્ણ થયા બાદ તા.ર૧/૦પ/ર૦૧૮ ના રોજથી લાભાર્થીઓને મોટી સંખ્યામાં જેતે અધિકારીઓના સહયોગથી ૪૩ લાભાર્થીઓને પોતાની જમીન ખેડવા માટે પુરતા પોલીસ બંદોબસ્ત તથા સહયોગથી તંત્રના આજરોજ જમીન ખેડવાના હક્ક આપી તેઓની સાથે રહીને ખેડાણ કરાવીને પોતાની સાથે રાખીને ૪૩ જેટલા ખેડૂત લાભાર્થીઓને ખુટ મારી આપેલ છે. આ નિમિત્તે ફાયર બ્રિગેડ તથા ૧૦૮ની સુવિધા, સરકારી હોસ્પિટલના કર્મચારી, મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જેમાં ૩ ડી.વાય.એસ.પી., ૧૯ પી.એસ.આઈ., ર બટાલિયન એસ.આર.પી., ૧૧૦ જેટલા પોલીસ કર્મીઓ અને મામલતદાર આર.બી.અંગારી, સર્કલ ઓફિસર ચાવડા, તલાટી મુકેશભાઈ ઠક્કર, ૩ ડી.એલ.આર.ના કર્મચારી સહિત મોટી સંખ્યામાં અધિકારી હાજર રહીને ૪૩ લાભાર્થીઓને જમીન સુપરત કરેલ છે. જેમાં ર૦૦૬થી ચાલતું આવેલ સરોડા જમીન પ્રકરણનો ર૦૧૮માં સુખદ અંત આવેલ છે.