(એજન્સી) લખનૌ ,તા.૫
સહારનપુરથી નવ વખત લોકસભા અને રાજ્યનાં સભ્ય અને કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી રહેલા દિગ્ગજ નેતા રશીદ મસૂદ સોમવારે ફાની દૂનીયાને છોડી અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે.તેઓ એક મહિનાથી બિમાર હતા. તાજેતરમાં તેમણે કોરોના વાયરસ થયો હતો ત્યારબાદ તેઓ સાજા પણ થઈ ગયા હતા. સહારપુરના વરિષ્ઠ રાજકીય નેતા રશીદ મસૂદ વિપક્ષ ઉમેદવાર તરીકે તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડયા હતા. સહારનપુરના મોટાભાગના નેતા મસૂદના રાજકીય શિષ્ય છે જેમાં જગદીશ રાણા, સંજય ગર્ગ, કુંવરપાલ દૂધલા, કુંવરપાલ માજરા, ઘર્મ સિંહ મોર્ય, ઈમરાન મસૂદ વગરે નામ સામેલ છે.મસૂદ કેન્દ્રીય સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહ્યા છે. એપીડાના ચેરમેન રહેલાં રશીદ મસૂદને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક એવા નેતા રહ્યા જેમને હિન્દૂ અને મુસ્લિમ વોટ બરાબરના મળતા હતા. તેઓ દિવંગત ખેડૂત નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી ચોધરી ચરણ સ્િૉહનો સૌથી લોકપ્રિય સાથીઓમાંના એક રહ્યા.૨૭ ઓગસ્ટના રોજ કોરોનાને કારણે તેઓને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી રિકવર કરી રશીદ મસૂદ આશરે ૪ દિવસ પહેલા સહારનપુર પરત આવ્યા હતા. સહારનપુર પરત ફર્યા બાદ, રશીદ મસૂદને ફરીથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ તેને રૂરકીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સોમવારે સવારે રાશિદ મસૂદની તબિયત અચાનક ફરી બગડી હતી. ડોક્ટરએ તેમને બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા, પરંતુ બચાવી શકાયા નહીં. રશીદ મસૂદના મોત બાદ માત્ર સહારનપુર જ નહીં,પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ તેમના સમર્થકોની અંદર શોકનું મોજુ ફરી વળ્યું હતું. રાશિદ મસૂદના મોત અંગેની માહિતી મળી છે. રશીદ મસૂદનાં પુત્ર શાદાન મસૂદ સરહાનપુરથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. આ ઉપરાંત તેમની એક પુત્રી શાજીયા મસૂદ પણ છે. ૨૦૦૭માં તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત કાજી રાશિદ મસૂદ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે વી.પી.સિંહ મુલાયમસિંહ યાદવના સાથી હતા.રસીદ મસૂદ એવા નેતા તરીકે ઓળખાય છે જે સતત પક્ષો બદલતા રહ્યા પરંતુ તેમની વોટબેંક તેમનાથી અલગ નહોતી થઈ. તેમણે જનતા પાર્ટી (સેક્યુલર) , જનતા દળ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બસપાના સહયોગથી રાજકારણ કર્યું છે. ૧૯૯૬માં, તેમણે ભારતીય એકતા પાર્ટીની રચના કરી અને ૨૦૦૩ માં ફરી એકવાર સમાજવાદી પાર્ટીમાં જોડાયા. રશીદ મસૂદ ૧૯૮૯ માં વી.પી.સિંઘની આગેવાનીવાળી સરકારમાં આરોગ્ય પ્રધાન હતા. તેમના પુત્રએ જણાવ્યું કે, સાંજે પાંચ વાગે સરહાનપુરનાં પૈતૃક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.