વડોદરા, તા.૯
વડોદરા એમ.એસ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સના ડૉ. આઈ.જે. પટેલ સેમિનાર હોલમાં બુધવારે સંયુક્ત રાષ્ટ્રસંઘના “સર્વધર્મ સમન્વય સપ્તાહ” અંતર્ગત “સર્વધર્મ સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું. જુદાજુદા ધર્મ અને સંપ્રદાયમાંથી આવેલા કુલ સત્તર વક્તાઓમાં હાજર રહ્યા હતા અને તેમણે પણ પોતાનો મત વ્યક્ત કર્યો.
સંમેલનની શરૂઆતમાં સંમેલનની પૂર્વભૂમિકા અંતર્ગત પાર્લામેન્ટ ઓફ વલ્ડ્‌ર્સ રિલિજીયન્સના એમ્બેસેડર તરીકે જયેશ શાહે જણાવ્યું કે હું જીટ્ઠઙ્મટ્ઠઙ્ઘ ર્મ્ુઙ્મમાં માનું છું. આપણે કચુંબર ખાઈએ છીએ. જેમાં ગાજર, ટામેટા, બીટ, મૂળા, કોબીજ આ બધાને એક બાઉલમાં ભેગા કરીએ છીએ પછી તેની ઉપર મીઠું અને મરી પાવડર છાંટીને લીંબુ નિચોવીને મિક્સ કરીને સ્વાદથી ખાઈએ છીએ. કચુંબરમાં આ બધી વસ્તુઓ ભેગી હોવા છતાં દરેકનો આગવો સ્વાદ જળવાઈ રહે છે. તેવી જ રીતે જ્યાં જુદી જુદી વિચારધારાઓ, જુદા જુદા ધર્મો અને જુદા જુદા સંપ્રદાયો પોતાની આગવી ઓળખ જાળવીને સહ-અસ્તિત્વ ધરાવે તે જ સાચો સમન્વય એવું હું પાક્કા પાયે માનું છું.
આ “જિહાદે અકબર” જ સૌથી મોટી લડાઈ છે. કુર્આને શરીફમાં “જિહાદ” શબ્દનો અર્થ “કુકાર્યોથી પોતાને બચાવવા”ના સદર્ભમાં થયો છે. યુદ્ધ કે માનવ હિંસાના સંદર્ભમાં થયો નથી. સૌથી મોટી જિહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાના ક્રોધ, વાસનાઓ અને નકારાત્મક વૃત્તિઓ પર જીત મેળવવી એ જ મોટી જિહાદ છે.
જ્યારે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ શકીલ અહેમદ રાજપૂતે જણાવ્યું હતું કે ઇસ્લામ એટલે શાંતિ અને સમર્પણનો માર્ગ. કુર્આને ક્યારેય માનવીય અભિગમ છોડવાની વાત કરી જ નથી. કુર્આને શરીફની અનેક આયાતો ઇસ્લામના માનવીય અભિગમને વ્યક્ત કરે છે. માનવતાનું કલ્યાણ જ ઇસ્લામનું ધ્યેય છે. સમગ્ર વિશ્વને સત્યમાર્ગ દેખાડવો અને વિશ્વ-કલ્યાણ એ જ ઇસ્લામનું મિશન હોવું જોઈએ. જ્યારે ડૉ. ઝુલ્કારનૈન ભાઈસાહેબ – અલવી બોહરાના સૈયદના સાહેબના ભાઈએ જણાવ્યું હતું કે, હું બધાથી જુદી વાત કરવા માંગું છું. કોણ કયા ધર્મનું છે તેને બાજુ પર રાખીને વાત કરીએ. ધર્મ તો પછી આવ્યો. સૌથી પહેલાં ઇન્સાન આવ્યો અને ત્યારપછી તો હજારો વર્ષ બાદ ધર્મ આવ્યો. “ઈન્સાનિયત” સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. આજે સૌ ભેગા થયા છે તે બતાવે છે કે આપણે સૌ “ઈન્સાનિયત”ના નાતે ભેગા થયા છીએ. કોઇપણ ધર્મની બુનિયાદ જ માનવતા છે.
મૌલાના અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે કુર્આનમાં “એક નિર્દોષ ઇન્સાનની કત્લ પૂરી માનવતાની કત્લ બરાબર છે” એમ કહેવામાં આવ્યું છે. આ સૂચવે છે કે ઇસ્લામ ક્યારેય કોઈ નિર્દોષ કે બેગુનાહની કતલ કરવાની ક્યારેય ઈજાઝત નથી આપતું.
જ્યારે ગિરિરાજ શાસ્ત્રીજી – વેદાન્તાચાર્ય (સનાતન હિંદુ ધર્મ)એ કહ્યું કે, સર્વધર્મ સમન્વયમાં યુવાઓને સાંકળવા જોઈએ. સાંપ્રત પરિપ્રેક્ષ્યમાં ધર્મશાસ્ત્રોને શીખવવા જોઈએ.
જ્યારે ઉપસ્થિત અન્ય વક્તાઓએ પણ સર્વધર્મ સમભાવ અને માનવ ધર્મની વાત પર ભાર મૂક્યો હતો.