(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
વૈશ્વિક મહામારી જાહેર કરાયેલા એવાં કોરોનાના સંક્રમણને કારણે દુનિયાના અનેક દેશોમાં હજારો લોકો મોતને ભેટ્યા છે. જયારે પોઝીટીવ કેસોના કેટલાક દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોના વાયરસને અટકાવવા માટે સરકાર દ્વાારા ટીવી , અખબાર તેમજ સોશ્યલ મિડીયાના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે. જો કે સરકારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. છતાં પણ કેટલાંક લોકો લોકડાઉનનો અમલ કરવામાં લાપરવાહી દાખવી રહ્ના છે. લોકડાઉન વચ્ચે પોતાના અને પોતાના પરિવારના જીવના જાખમે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ રાત દિવસ ખડેપગે સેવા બજાવી રહ્ના છે. ફરજ બજાવવાની સાથે સાથે પોલીસ પ્રજાને કોરોના વાયરસ અંગે માર્ગદર્શન આપી રહી છે. સુરત શહેરના સલાબતપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. ચંદ્રશેખર પનારા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાયરસ અંગે પ્રજાને જાગૃતિ આપવા માટે કોરોના સે બચકે રહેના , ન જાને કીસ પર આયેગા ની થીમ પર એક ગીતની રચના કરવામાં આવી છે. આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પ્રજા દ્વારા પણ પોલીસના જનજાગૃતિના નવતર અભિગમને આવકારીને તેમની ફરજની સાથે સાથે પ્રજો કોરોનાથી મુકત રાખવા પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી રહ્યા છે.