નવી દિલ્હી, તા.૧૧
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈવોલ્ટેજ હોય છે જ્યારે આ બંને ટીમો વચ્ચે કોઈ મેચ રમાતી હતી ત્યારે ખેલાડી ક્રિકેટ ઉપરાંત માઈન્ડ ગેમ રમવા માટે સ્લેજીંગનો પણ ઉપયોગ કરતા હતા. પૂર્વ વિકેટ કિપર બેટસમેન કિરણ મોરે પણ આમાં પાછળ ન હતા. મોરેએ ૧૯૮૯ની સિરીઝને યાદ કરતા જણાવ્યું કે તે સલીમ મલીકને તેમની જ ભાષામાં જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ મલીકે તેમને ધમકાવ્યા હતા અને તે તેમને બેટથી મારવા માંગતા હતા. મોરેએ એક પોડકાસ્ટ કાર્યક્રમ ‘ધ ગ્રેટેસ્ટ રાઈવલરી’માં તે સિરીઝને યાદ કરતા કહ્યું કે ૧૯૮૯માં અમે પાકિસ્તાન પ્રવાસે ગયા હતા. મેં કરાચી ટેસ્ટમાં સલીમ મલીક વિરૂદ્ધ સ્લેજીંગ કર્યું હતું અને તેમને બેટથી મારવા માટે આવી ગયા હતા. તેમણે જાવેદ મિંયાદાદના એક બનાવને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે મિંયાદાદ પોતાની કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટ લાહોરમાં અમારી સામે રમી રહ્યા હતા. મનિંદરસિંહની બોલીંગમાં તેમની વિરૂદ્ધ મેં એલબીડબ્લ્યુની અપીલ કરી હતી. જેને અમ્પાયરે નકારી કાઢી ત્યારબાદ મિંયાદાદે મને કહ્યું કે કેમ અપીલ કરી રહ્યા છો. આ મારી ૧૦૦મી ટેસ્ટ છે અને હું અહીંયા સદી ફટકારીને જ ઘરે જઈશ મિંયાદાદે આ મેચમાં ૧૪પ રનની ઈનિંગ રમી હતી.