(એજન્સી) તા.૧૨
૧૪, સપ્ટે.૨૦૨૦ના રોજ ઉ.પ્ર.માં ચાર ઠાકુર પુરુષો દ્વારા ૧૯ વર્ષની એક દલિત યુવતી પર પાશવી ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને પાછળથી આ યુવતીનું મૃત્યુ થયું હતું. ભારતના જ્ઞાતિ આધારીત હિંસાના લાંબા ઇતિહાસની વાત કરીએ તો કદાચ આ એક છૂટી છવાઇ ઘટના છે. પરંતુ આ જાતીય હિંસાના પ્રદર્શનમાં જ્ઞાતિના પાસાની બાદબાકી કરવામાં આવી છે એ ખરેખર ઉપેક્ષિત પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો માટે એક મોટી કૂસેવા સમાન છે કે જેઓ દરરોજ જ્ઞાતિ આધારીત ભેદભાવના પુરાવા લઇને ચાલે છે. અમિત ખોરાટ અને ઓમકાર જોશીએ લખેલા એક સંશોધન પત્ર ‘ભારતમાં અસ્પૃશ્યતાની અવિરત પ્રથા’માં ભારતમાં પ્રવર્તતા રોજબરોજના જ્ઞાતિવાદની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે ૪૨૦૦૦ ઘરોનો સર્વે કર્યો હતો અને તેમાંથી ૫૦થી ૫૫ ટકા બ્રહ્મણવાદી પરિવારોએ પોતે અસ્પૃશ્યતાનું પાલન અને આચરણ કરતાં હોવાની કબુલાત કરી છે અને પોતાના ઘરોમાં આવા લોકોના પ્રવેશને મર્યાદિત કરેલ છે. એવું પણ જાણવા મળ્યું છે કે જેઓ સ્નાતક અથવા કોલેજ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે તેમાં પણ ૨૩થી ૨૪ ટકા લોકો આજે પણ અસ્પૃશ્યતા દાખવે છે. ખાસ કરીને આ પ્રથા ઉ.પ્ર. અને મ.પ્ર. સહિત ઉત્તર ભારતમાં વધારે પ્રવર્તે છે. અધૂરામાં પૂરું ૧૮ ટકા મુસ્લિમો, ૩૫ ટકા જૈન અને ૨૦ ટકા શીખ પણ ગેરકાયદે રીતિરિવાજનો અમલ કરે છે. આથી જ્ઞાતિ કે જ્ઞાતિ આધારીત હિંસાને નકારી કાઢવી એ હવે ભૂતકાળ બની ગયો છે. જે ખરેખર સમાજની કુસેવારુપ છે. બળાત્કાર કે યૌન હિંસા એ ભાગ્યે જ સેક્સ અંગે હોય છે પરંતુ તેની પાછળનો મૂળ મક્સદ વર્ચસ્વ કે અંકુશ સ્થાપિત કરવાનો હોય છે. બળાત્કાર એ સેક્સ માટે નહીં પરંતુ સત્તા માટે છે એવા લેખમાં લેખકે જણાવ્યું છે કે જે સમાજમાં પુરુષો અને મહિલાઓ વધુ સમાન છે ત્યાં બળાત્કારની ઘટના થવાની શક્યતા ઘણી ઓછી હોય છે જ્યારે જે સમાજમાં રાજકીય અને ધાર્મિક જોડાણની સત્તા ચાલે છે તે સમાજમાં બળાત્કારની ઘટનાઓ વધુ બને છે. બીજુ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના અહેવાલ અનુસાર માત્ર ૩૦ ટકા કરતાં ઓછા કેસોમાં બળાત્કારની સજા થાય છે જ્યારે ૯૦ ટકા લોકો નિર્દોષ છૂટી જાય છે. નારીવાદના ઉપદેશ અને અમલ પર હંમેશા વિશેષાધિકાર ધરાવતાં અથવા રહિતોનું (હેવ્ઝ)નું વર્ચસ્વ હોય છે. આમ સવર્ણ નારીવાદ હાથરસ જેવા કેસમાં પણ હાવિ થાય છે અને તેનું ધોવાણ જોવા મળે છે.
Recent Comments