(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
વડોદરાના સરસાગર તળાવના કિનારે આવેલા શ્રી સાંઈ બાબા મંદિર પાલિકા દ્વારા તોડી પાડ્યા બાદ સોમવારે સાંઈ ભક્તોએ ફરીથી મંદિરનું નિમાર્ણ કાર્ય શરૂ કર્યું હતું. જો કે પાલિકાની ટીમે ફરીવાર આ મંદિરનું બાંધકામ તોડી પાડ્યું હતું. જેથી રોષે ભરાયેલા સાંઈ ભક્તો કાઉન્સિલર ફરીદ કટપીસવાલાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.
૭ મહિના અગાઉ વઢોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે આ મંદિર જમીનદોસ્ત કરી નાખ્યું હતું, જેથી સાંઈ ભક્તોની લાગણીને ભારે ઠેસ પહોંચી હતી. દરમ્યાન સાઈ ભક્તોએ સોમવારના રોન કોંગી કાઉન્સિલર ફરીદ કટપીસવાલાને સાથે રાખીને મંદિરનું પુનઃ નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. જો કે પાલિકાની દબાણ શાખાની ટીમે ફરીથી મંદિરને જમીનદોસ્ત કરી નાખતા સાંઈ ભક્તો વિફર્યા હતા. દરમ્યાન કોંગ્રેસસી કાઉન્સિલર ફરીદ કટપીસવાલાની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી.