(એજન્સી) પુના, તા.ર૮
ગત વર્ષે નવેમ્બરમાં સાંગલીના યુવક અનિકેત કોઠલેની પોલીસ અટકાયતમાં મૃત્યુ અંગે સીઆઈડી દ્વારા ૭૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરાયા બાદ પણ હજુ જાણી શકાયું નથી કે અમોલ ભંડારને દુર્ઘટના બાદ નદીના તટ પર લઈ જવામાં આવ્યા ત્યારે હાજર બે વ્યક્તિ કોણ હતા. સાંગલી શહેરની એક દુકાનમાં કામ કરતાં રપ વર્ષીય કોઠલે અને ર૩ વર્ષીય ભંડારેની ચોરીના કથિત આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન સાંગલી પોલીસ સ્ટેશનમાં તેમને જીવલેણ માર મારવામાં આવ્યો હતો. સબ ઈન્સ્પેકટર સહિત આરોપી પોલીસ કર્મચારીઓએ કથિત રીતે અનિકેતના શરીરને સંબોલી ઘાટ નજીક સળગાવી દીધો હતો. જેથી પુરાવા નષ્ઠ કરી શકાય. પાંચ પોલીસ કર્મીઓની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરી તેમને બરતરફ કરાયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર સાત કર્મીઓને પણ બરતરફ કરાયા હતા. રાજ્યની સીઆઈડી ટીમ આ અંગે તપાસ કરી રહી છે અને ગયા મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. સીઆઈડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હજુ બે વ્યક્તિઓની ઓળખ બાકી છે. અનિકેતની નિર્દય હત્યા બાદ ભંડારેને જે નદીના કિનારે લઈ જવામાં આવ્યા હતા ત્યાં આ બે માણસોને ભંડારેનો કબજો સોંપાયો હતો.
સાંગલી ‘કસ્ટોડિયલ કિલિંગ’ : CIDએ નદી કિનારે હાજર બે વ્યક્તિઓની ઓળખ કરવાની હજુ બાકી

Recent Comments