જૂનાગઢ, તા.ર૧
જૂનાગઢ તાલુકાના બિલખા ગામે રહેતા મજીદભાઈ સુલેમાનભાઈ ચૌહાણ (ઉ.વ.૩૮ રહે.બીલખા મસ્જિદ પાસે) એ ગોવિંદભાઈ રૂડાભાઈ કરમટા રહે. સાંતલપુર ધાર તથા બીજા બે માણસો વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે ગોવિંદ તેનું મોટર સાયકલ લઈને રોડ ઉપર નડતર થાય તે રીતે ઊભો હતો. જેથી ફરિયાદીએ તેનું મોટર સાયકલ સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાઈને તું પાછો નીકળ તને જાનથી મારી નાખવો છે તેમ કહી જતો રહેલ ફરિયાદી સાંતલપુરથી પોતાની બસ લઈને જૂનાગઢ જતા હતા ત્યારે સાંતલપુર ધારે બીજા બે માણસોને લઈને આવી રસ્તામાં રિક્ષા રાખી બસ રોકાવી ફરિયાદીનો કાઠલો પકડી નીચે ઉતારી જાપટો મારેલ અને પગમાં લાકડીના ઘા મારી ઈજા કરી ફરિયાદીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. હુમલો કરી એકબીજાની મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. સોલંકી ચલાવી રહ્યા છે.