સાંતલપુર, તા.૮
કૃષિ કાયદા પાછા ખેંચવા ખેડૂત સંગઠનોએ ભારત બંધના આપેલ એલાન સંદર્ભે રાજ્યભરમાં કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષો તથા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. કેટલીક જગ્યાએ ટાયરો સળગાવી વિરોધ કરાયો હતો. પોલીસે રાજ્યભરમાં અનેક કોંગ્રેસી આગેવાનો કાર્યકરો તથા ખેડૂતોની અટકાયત તથા ધરપકડ કરી હતી જેમાં સાંતલપુર તાલુકામાં કોંગ્રેસ અગ્રણી આહિર હરદાસભાઈ, પૂર્વ પ્રમુખ સાંતલપુર તાલુકા પંચાયત ઠાકોર લવજીભાઈ, રાધનપુર તા.પં. પ્રમુખ ઠાકોર ભુરાજી, નગરપાલિકા પ્રમુખ પતિ રમેશભાઈ ગોકલાણી, રાધનપુર નગરપાલિકા પ્રમુખ ઠાકોર હમીરજી, પ્રદેશ ડેલીકેટ ચૌધરી કરસનભાઈ, જિ.પં. સદસ્ય રમેશ દેસાઈ, પૂર્વ પ્રમુખ તા.પં. રાધનપુર તાલુકા ઠાકોર બળવંત સહિત આગેવાનો કાર્યકરોની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યા હતા.