પોતાની રાજકીય કારકિર્દીનો દેશ, ગુજરાત અને ભરૂચ જિલ્લાના વિકાસ, પ્રશ્નોના ઉકેલમાં ઉમદા ઉપયોગ કરનાર અહમદભાઈ પટેલ (સાંસદ)ને તેમના ચાહકો તરફથી જન્મદિન મુબારક, શુભેચ્છાઓ……
જન્મદિન નિમિત્તે દિલી મુબારકબાદી
લોકડાઉનમાં પરપ્રાંતીય કામદારોને તેઓના મૂળ વતનમાં પહોંચાડવા તથા તેમને અનાજ તથા જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. જ્યારે અહમદભાઈ પટેલ સંચાલિત અંકલેશ્વરમાં કાર્યરત અને હરહંમેશાં તમામ લોકો માટે આશીર્વાદરૂપ સમાન એચ.એમ.પી. ફાઉન્ડેશન દ્વારા લગભગ દસ હજાર જેટલી અનાજ કિટ તથા જનજીવન જરૂરિયાતની ચીજોની સાથે કીટો બનાવી ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને જિલ્લામાં તમામ વિસ્તારો પહોંચાડી તથા અંકલેશ્વર ખાતે કાર્યરત ભૂખ્યાને ભોજનમાં ઓટોમેટિક રોટી મશીન જે ભૂખ્યાને ભોજનમાં રોટી બનાવવાનું કામ વહેલી તકે થાય અને ગરીબ અને શ્રમજીવીઓને મદદરૂપ થવા અહમદભાઈ પટેલ દ્વારા એનાયત કરાયું હતું.
ભરૂચ જિલ્લાના વિકાસમાં મદદરૂપ થવામાં હંમેશાં અગ્રેસર અહમદભાઈ પટેલ
ભરૂચ જિલ્લાના વિકાસમાં મદદરૂપ થવામાં હંમેશાં અગ્રેસર અહમદભાઈ પટેલ
જીવનની કેડીના ૭૨વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૭૩મા વર્ષમાં પ્રવેશનાર રાષ્ટ્રીય નેતા તથા રાજ્યસભાના સાંસદ લોકલાડીલા જનાબ અહમદભાઈ પટેલના જન્મદિન નિમિત્તે મોટી સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવાઇ હતી ત્યારે એક વાત કહેવાનું મન થાય છે કે અત્રેના અંકલેશ્વરથી સુરત વચ્ચેના નેશનલ હાઇવે પરની ખરોડ ચોકડી પર કાયમ અકસ્માતો થતા હતા જ્યાં કેટલાયે પરિવારોના અકસ્માતમાં મોત નિપજ્યાં હતાં જે માટે અહમદભાઈ પટેલના પ્રયાસોથી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ખાતાના મંત્રીને રૂબરૂ મળીને ૧૯ કરોડ જેવી માતબર રકમનો બ્રિજ બનાવવાની તાકીદે ગત વર્ષે મંજૂરી અપાવી હતી. હાલમાં ચાલતા કોરોના વાયરસમાં નેતાઓ તથા અગ્રણીઑ અને મીડિયા કર્મીઓની ખબર અંતર પૂછીને મદદરૂપ થયા હતા અને તમામ લોકોને ટેલિફોનિક ખબર અંતર પૂછીને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેતા હોય છે તેવા આદરણીય જનાબ અહમદભાઈ પટેલને આજે તેઓની સાલગીરાહ નિમિત્તે તમામ પ્રજાજનો વતી ખૂબ ખૂબ મુબારકબાદ .. પરવરદિગાર તેઓને તથા તેઓના કુટુંબીજનોને આબાદ રાખે તથા તંદુરસ્તી સાથે ઉમરદરાજ કરે આમીન…
Recent Comments