સુરત,તા.૩૦
સાંસદ સી.આર.પાટીલ દ્વારા તા. ૨૮/૦૭/૨૦૧૮નાં રોજ હોટેલ ધ ગ્રેન્ડ ભગવતી, સુરત ખાતે એડવોકેટોના પ્રશ્નોનું નિરાકરણ તથા સૂચનોનું અમલીકરણ કરવા, યોગ્ય સ્થળે એની રજૂઆત કરી એમની મૂંઝવણો દૂર કરવા માટે તથા તેમના સૂચનોનું અમલીકરણ કરવા માટે સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જીએસટી એન્ડ ઇન્કમટેક્સના સંદર્ભે એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુરત તથા નવસારી વિસ્તારના નામાંકિત વકીલો એ ખૂબજ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને પોતાના અનુભવોનો નિચોડ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો. સાંસદ સાથેના આ સંવાદને અમલીકરણ સુધી પહોંચાડવા ધારાસભ્યો જેમકે હર્ષ સંઘવી, પિયુષ દેસાઈ, વિવેક પટેલ, શ્રીમતિ સંગીતાબેન પાટીલ તેમજ ઝંખનાબેન પટેલ હાજર રહ્યા હતા અને પોતાના વિસ્તાર પ્રમાણે સૂચનોની નોંધ લીધી હતી. વિવિધ રજૂઆતોની વિશેષ ચર્ચા કરી નિરાકરણ લાવવાની ખાતરી સાંસદ સી.આર.પાટીલએ આપી. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન નિશાબેન આનંદ, સ્ટ્રેટેજી કંસલટન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.