પાલનપુર, તા.રપ
પાલનપુર સૂરમંદિર થીયેટરની બાજુમાં આવેલ એક સાઇડ પર ડમ્પરો મારફત પુરાણની કામગીરી ચાલતી હતી. જેમાં ડમ્પર રીવર્સમાં લેતા છાપરા પર ફરી વળતા છાપરામાં સૂતેલા એક વ્યક્તિનું મોત અને ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. જેથી ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. પાલનપુર-આબુ હાઇવે પર સૂરમંદિર થીયેટરની બાજુમાં આવેલ એક સાઇડ ઉપર વહેલી સવારે પુરાણનું કામ ચાલતું હતું. જેમાં વહેલી સવારે સાઇડ ઉપર માટી નાખવા આવેલ ડમ્પર રીવર્સમાં આવતા મજૂરોને રહેવા માટે બનાવેલા છાપરા પર ફરી વળ્યુું હતું. જેના પગલે છાપરામાં સૂતેલા ચાર વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું મોત નિપજ્યુું હતું. તેમજ ત્રણ વ્યક્તિને ઇજાઓ થઇ હતી. જેમને ૧૦૮ની મદદથી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ બે વ્યક્તિઓની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પરિવાર દ્વારા ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments