પોતાના ઘરના ગેટ પાસે પહોંચતાંની સાથે જ ઈમ્તિયાઝ કોચા કારમાં આવેલ લૂંટારાના હાથે લૂંટાયા

ભરૂચ, તા.૯

સાઉથ આફ્રિકામાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ ને પગલે સાઉથ આફ્રિકામાં વસવાટ કરતા ગુજરાતી પરિવાર તેમજ ભારતમાં તેમના સગા-સંબંધીઓમાં ચિંતાનું મોજું પ્રસરી જવા પામી છે એક અઠવાડિયા અગાઉ જિલ્લાના વોરાસમની ગામે રહેતો યુવાન સાઉથ આફ્રિકા ખાતે લૂંટનો ભોગ બનવા પામ્યો હતો જ્યારે હાલ વડોદરા જિલ્લાના સાંસરોદ ગામના વર્ષોથી આફ્રિકા ખાતે સ્થાયી થયેલા ઈમ્તિયાઝભાઈ કોસા જે સાઉથ આફ્રિકા ખાતે ગ્રોસરીની દુકાન ચલાવે છે તેઓ પોતાના ઘરઆંગણે પહોંચતાં જ લૂંટારૂઓએ કારને આંતરી લઇ બંદૂકની અણીએ સનસનીખેજ લૂંટ ચલાવી હતી જેના પગલે સાઉથ આફ્રિકામાં રોજીરોટી અર્થે વસવાટ કરતા ભારતીય પરિવારો તેમજ ભારત ખાતેના સગાસંબંધીઓમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યો હતો.

કેન્દ્ર સરકારે આવા બનાવો ન બને તે માટે સાઉથ આફ્રિકાની સરકાર સાથે પરામર્શ કરવો જોઈએ એવી લોકમાંગ ઊઠી છે.