અમદાવાદ, તા.૧૭
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ આજે સવારે તેમની પત્ની સારા નેતાન્યાહુની સાથે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ ભારે સુરક્ષાદળોની સાથે પી.એમ. મોદી અને નેતાન્યાહુએ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ૮ કિ.મી.લાંબો રોડ શો કર્યો. આ રોડ શો દરમમિયાન હજારો લોકોએ પીએમ મોદી અને નેતાન્યાહુનું સ્વાગત કર્યું.
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં નેતાન્યાહુએ પોતાની પત્ની અને પીએમ મોદી સાથે મળીને પતંગ પણ ચગાવી, તેમણે આખા આશ્રમની મુલાકાત લીધી. ગાંધીજીના રેંટિયાની સાથે સાથે તેમની તસવીરોથી લઈને ત્યાં હાજર દરેક સામગ્રીને ધ્યાનથી જોઈએ.
ઈઝરાયેલના પી.એમ. અને તેમની પત્નીએ સાબરમતી આશ્રમની મુલાકાતને ખૂબ જ પ્રેરણાદાયક ગણાવી. આશ્રમથી પાછા ફરતી વખતે તેમણે સંદેશ આપ્યો, માણસાઈના મહાન પયગમ્બરોમાંના એક મહાત્મા ગાંધીના ઘરની મુલાકાત ખૂબ જ પ્રેરણાદાયી રહી. પરંતુ ડાયરીમાં પોતાની વાત લખતાં ઈઝરાયેલી મહેમાનથી એક મોટી ભૂલ થઈ ગઈ. આ ભૂલ પર સોશિયલ મીડિયા યુઝર્સ તેમની ટિખળ કરી રહ્યા છે. તેમણે પોતાનો સંદેશ અંગ્રેજીમાં લખ્યો છે. તેમણે પોતાના સંદેશમાં ગાંધીનો સ્પેલિંગ ખોટો લખી લીધો. હકીકતમાં તેમણે ય્ટ્ઠહઙ્ઘરૈની જગ્યાએ ય્રટ્ઠહઙ્ઘૈ લખી દીધું. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે જો ઈઝરાયેલી પીએમને ઈન્સ્પિરેશનનો સ્પેલિંગ ના આવડતો હોય તો તે સ્વીકાર્ય છે પરંતુ જો તે દુનિયાના સૌથી મહાન નેતાનું અંતિમ નામ લખવામાં ભૂલ કરે તો તેને તેમના દ્વારા ગાંધીજીની નિંદા થઈ કહેવાય. ગાંધીજીનો સ્પેલિંગ ય્રટ્ઠહઙ્ઘરૈ છે ય્રટ્ઠહઙ્ઘૈ નહીં, સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર આવો, તમે યહુદી છો, અંગ્રેજ નહીં.”