સાણંદ, તા.૩
ધર્મેન્દ્રસિંહ સન્મુખસિહ ઝાલા (ઉ.વ.૪૪) (રહે. લાભશુભ સોસાયટી, સાણંદ) અવારનવાર સાણંદ મુકિતધામ ખાતે રહેતા મુન્નીબેન મુકૈશભાઇ દેવીપુજક (રહે. મુકિતધામ, સાણંદ) પાસે જતા હોય અને આ મુન્નીબેન સાથે અંકિત રમણભાઈ પટેલ આડા સંબંધ ધરાવતો હોય જેના કારણે ગઇ રાતના બારથી સવા બાર દરમ્યાન સાણંદ મુકિતધામ પાસે ધર્મેન્દ્રસિહ સન્મુખસિહ ઝાલાઓને મુન્નીબેન મુકૈશભાઇ દેવીપુજક (રહે.મુકિતધામ, સાણંદ) તથા અંકિત રમણભાઈ પટેલ (રહે.વામજ તા.કડી જી.મહેસાણા) (હાલ રહે. મામાણી રોડવેઝ સરખેજ)નાઓએ માથાના ભાગે તથા મોંઢાના ભાગે લાકડાના ધોકાચી મારમારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી ખુન કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યા બાદ ફરાર થઇ જતા મરણ જનારના ભાણા ગુપ્તરાજસિહ અનિરૂદ્ધસિંહ જાતે જાડેજા (ઉ.વ.૨૭) ધંધો-વેપા૨ (રહે.બી/૭, લાભશુભ સોસાયટી, જોગણીમાતા)ના મંદિર સામે, સાણંદએ પોલીસ ફરિયાદ લખાવી છે.