બાવળા, તા.૧૯
બાવળાથી અમદાવાદ તરફ જતી ટ્રક નંબર જીજે ૨૭ એક્સ ૩૭૩૧ લોખંડ ભરી જઈ રહી હતી. તે દરમિયાન સાણંદ બાજુથી આવતી ટ્રક નંબર જીજે ૧૨ એટી ૭૯૮૧ની સાથે અથડાતા અમદાવાદ જતી ટ્રકના ડ્રાઇવર ગુલઝાર સિંહ પ્રિતમ સિંહ પરદાર (ઉંમર વર્ષ ૬૦)ને ગંભીર ઈજા થતાં બાવળા ૧૦૮ને જાણ કરાતા ૧૦૮ના ઇ એમટી રવિ લાલકીયા અને પાયલોટ હરપાલસિંહ સાથે ઘટના સ્થળે પહોંચી સારવાર આપે તે પહેલા તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ બાવળા પોલીસને થતા બાવળા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી બાવળા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. વાઘેલા ચલાવી રહ્યા છે.