(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
મોબલિંચિંગના મામલે અઠવા પોલીસ મથકમાં રાયોટિંગ તથા મારી નાંખવાના પ્રયાંસની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં પહેલા દિવેસ ૭ આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા બાદ ૭ આરોપીઓ દ્વારા એક જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમ્યાન સરકારી વકીલ ભદ્રેશ દલાકએ પોલીસ પેપર આવી ગયા છતાં અભ્યાસ માટેનો સમય માંગતા સુનાવણી શુક્રવારના રોજ રાખવાનો અદાલતે હુકમ કર્યો હતો.
આ આરોપીઓ પૈકી એડવોકેટ બાબુ પઠાણ પોતે રજૂઆત કરનાર છે.જ્યારે અન્ય અરોપીઓ તર્ફે મુખત્યાર શેખ, વહાબભાઈ શેખ, કિરિટભાઈ પાનવાળા ઉપસ્થિત રહેનાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં થઈ રહેલી મોબલિંચિંગના મામલે સુરતમાં પણ વિરોધ પદર્શન કરવા વર્સેટાઈલ માયનોરીટી ફોરમ દ્વારા મુસ્લિમોની એક મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પોલીસ આવે મુસ્લિમો વચ્ચે ઘર્ષણ થતાં અઠવા પોલીસ મથકમાં રાયોંટીગનો અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આી હતી. વર્સેટાઈલ માયનોરીટી ફોરમ દ્વારા ગત શુક્રવાના રોજ ખ્વાજા દાનાની દરગાહ પાસે ખૂબ મોટી સંખ્યામાં રેલી નિકળી હતી. આ રેલીમાં ખુબ મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો જાડાયા હતાં. મક્કાઈપુલ પાસે આવી ત્યારે પોલીસ અને મુસ્લિમો વચ્ચે ધર્ષણ થતા મામલો બિચકયો હતો અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતાં ડીસીપી, પી.આઈ. અને પોલીસ જવાનોને ઈજાઓ પહોદ્વચી હતી. જાકે, પોલીસે બચાવમાં ટીયરગેસના ટેટા પણ છોડ્‌યા હતા. સરકારી માલમિલકતને નુકશાન થતા અઠવા પોલીસે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીએક્ટ ૩૦૭,૩૩૨ની કલમો દાખલ કરી હતી.