(એજન્સી) પટના, તા. ૨૬
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા દ્વારા રાજ્યના બજેટ પર નારાજગીનો વીડિયો વાયરલ થયાના તરત બાદ મુખ્યમંત્રી કુમારસ્વામીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, હું કોઇની દયા પર નથી અને મને આ પદ કાંઇ દાનમાં આપવામાં આવ્યું નથી. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, કર્ણાટકના સંપૂર્ણ બજેટ અંગે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. કેટલાકે એવું પણ સૂચન કર્યું છે કે, લોકસભા ચૂંટણી પછી બજેટ જાહેર કરવામાં આવે, કેટલાક મુદ્દા છે. રાજ્યનું બજેટ પાંચમી જુલાઇએ રજૂ થવાનું છે જ્યારે વીડિયોમાં સિદ્ધારમૈયા એવું કહેતા જોવા મળી રહ્યા છે કે, એવું લાગે છે કે, તેઓ નવું બજેટ રજૂ કરશે. પછી તે રાહુલ ગાંધી પાસે જશે અને કહેશે કે તેમણે લીલીઝંડી આપી છે. દરમિયાન મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કેટલાક લોકો બજેટ અંગે ગઠબંધનમાં મૂંઝવણ પેદા કરવા માગે છે. હું ખેડૂતોના હકમાં લોન માફી કરવાના મારી કટિબદ્ધતા જાળવી રાખીશ. નવા ધારાસભ્યો જૂના બજેટ અંગે જાણતા નથી.
અત્યાર સુધી કોંગ્રેસની દયાથી મુખ્યમંત્રી બન્યા હોવાનું કહેનારા કુમારસ્વામીના સૂર અચાનક બદલાયા છે. હવે તેમનું કહેવું છે કે, તેમને મુખ્યમંત્રી પદની ખુરશી કંઈ કોઈના તરફથી દાનમાં નથી મળી. કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એક બેઠક કરી રહ્યાં છે. જેમાં તે કહી રહ્યાં છે કે, જ્યારે સરકાર બજેટ તૈયાર કરી લેશે, ત્યાર બાદ તેને રાહુલ ગાંધી પાસે મંજુરી લેવા માટે મોકલવામાં આવશે. વીડિયોમાં સિદ્ધારમૈયા એવું પણ કહેતા નજરે પડે છે કે, તેમણે જે બજેટ રજૂ કર્યું હતું, તેને જ આગળ ધપાવવામાં આવશે. સિદ્ધારમૈયાને લાગી રહ્યું છે કે, જો નવું બજેટ રજૂ કરવામાં આવશે તો સંપૂર્ણ ફોકસ ત્નડ્ઢજી તરફ થઈ જશે.સિદ્ધારમૈયાના આ વીડિયોના જવાબમાં કુમારસ્વામીએ પણ કહ્યું છે કે, તે કોઈની દયાથી મુખ્યમંત્રી નથી બન્યા. તમે (કોંગ્રેસે) મને મુખ્યમંત્રીની ખુરશી કંઈ દાનમાં નથી આપી. એ વાતનું ધ્યાન રાખવામાં આવે. હું ક્યાં સુધી સત્તામાં રહીશ તેની મને ચિંતા નથી.