હિંમતનગર, તા.પ
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ રક્ષણ આપતી રસીને જન સામાન્ય સુધી પહોંચાડવા તૈયાર કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં આ રસીનું આજે પાંચ સ્થળોએ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડ્રાય રન યોજવામાં આવ્યો હતો. પ્રા.આ.કે. જામળા, પ્રા.આ.કે. હડિયોલ, અર્બન વિસ્તારમાં હિંમત હાઈસ્કૂલ, મેડિસ્ટાર હોસ્પિટલ તેમજ જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ હિંમતનગર ખાતે એમ કુલ પ સ્થળોએ ડ્રાય રન યોજવામાં આવ્યું હતું.
આ ડ્રાય રન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.એસ.ચારણ, જિલ્લા આર.સી.એચ. અધિકારી જે.એચ.પરમાર તેમજ જિલ્લાના અધિકારીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીઓ દ્વારા ડ્રાય રનનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું.